લાલબત્તી સમાન કિસ્સો / ‘ઇન્સ્ટાગ્રામ’ મિત્રને બર્થ-ડેની સરપ્રાઇઝ આપવા કોલેજિયન યુવતી હિંમતનગરથી હૈદરાબાદ પહોંચી

Collegian girl arrives in Hyderabad from himatnagar to celebrate to an Instagram friend's birthday

  • કેન્દ્રીય વિદ્યાલયની બે સગીરા ગુમ થતાં દોડધામ મચી

Divyabhaskar.com

Feb 19, 2020, 08:57 AM IST
હિંમતનગરઃ હિંમતનગર શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં રહેતી સગીરા ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલ કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ 1292 કિમીની સફર ખેડી નાખતા સૌ કોઇના જીવ પડીકે બંધાયા હતા. બે સગીરા રવિવારે ગુમ થયા બાદ બી ડિવિઝન પોલીસે 24 કલાકમાં મિત્ર વર્તુળ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેની ભાળ મેળવી પરત લાવવા માટે પોલીસની એક ટીમને હૈદરાબાદ રવાના કરી દીધી છે બંને સગીરાનો પત્તો મળી જતા બંને પરિવારે રાહતનો દમ લીધો હતો. વાલીઓમાં લાલબત્તી સમાન આ કિસ્સાએ ચેતવણીઓ આપી છે.
રવિવારના રોજ સાંજે ચારેક વાગ્યે કેન્દ્રીય વિદ્યાલયના બે શિક્ષકોની ધો-7 અને ધો-10 માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ ઘેરથી બહાર ગયા બાદ પરત ન આવતા બી ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે પણ ગંભીરતા સમજી તરત તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ એમ.બી.કોટવાલે જણાવ્યું કે મોટી સગીરાને ઇન્ટાગ્રામ પર હૈદરાબાદના સગીર સાથે મિત્રતા થઇ હતી અને તેના મિત્ર વર્તુળ દ્વારા આ બાબત ધ્યાન પર આવી હતી. હૈદરાબાદમાં રહેતા સગીરનો જન્મ દિવસ આવતો હોઇ તેને સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ જવા રવાના થઇ ગઇ હતી. ટ્રેનમાં અવરજવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકટ લઇને અમદાવાદથી નીકળી હતી. સફર દરમિયાન તેમના કોમન મિત્રને સાથી પેસેન્જરનો ફોન લઇને સરપ્રાઇઝ આપવા આવી રહ્યા હોવાની અને તેના મિત્રને જાણ ન કરવાની વાત પણ કરી હતી. ત્યારબાદ જે છોકરાને સરપ્રાઇઝ આપવા ગઇ હતી તેનો સંપર્ક કરી તપાસ કરતા બંને સગીરા તેના ઘેર હેમખેમ હોવાનુ જાણવા મળતા બંનેને પરત લાવવા પોલીસની એક ટીમ હૈદરાબાદ રવાના કરાઇ છે. વાલીઓમાં લાલબત્તી સમાન આ કિસ્સાએ ઘણી બધી ચેતવણીઓ આપી દીધી છે.
X
Collegian girl arrives in Hyderabad from himatnagar to celebrate to an Instagram friend's birthday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી