તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:નલિયા 9 અને કંડલા (એ.) 12.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડા, કંડલા પોર્ટ 14 : ભુજમાં 15.2 ડિગ્રીથી ચમકારો

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવેમ્બરમાં શરૂ થઇ ગયેલી શીતલહેરના પગલે કચ્છમાં ટાઢોડું વર્તાયું હતું. રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 9 અને કંડલા અેરપોર્ટમાં 12.2 નોંધાવા સાથે આ બન્ને મથકો રાજ્યમાં સાૈથી ઠંડા બની રહ્યા હતા. જિલ્લા મથક ભુજમાં 15.2 તથા કંડલા બંદર વિસ્તારમાં 14 ડિગ્રીને કારણે ખાસ કરીને સાંજ પછી ઠંડક અનુભવાઇ હતી. અબડાસા ઉપરાંત રણ નજીકના હાજીપીર, બન્ની-પચ્છમ તથા વાગડ વિસ્તારમાં ત્રણેક દિવસથી લોકો ટાઢનો સામનો કરી રહ્યા છે. ગામડામાં રાત વહેલી જ પડી જતી હોય તેમ સૂર્ય ઢળ્યા પછી સડકો સુની બને છે.

શ્રમજીવી અને ગ્રામીણ લોકો હુંફ મેળવવા તાપણાનો સહારો લેતા નજરે પડે છે. ભુજ, ગાંધીધામ, અંજાર જેવા શહેરી વિસ્તારમાં એક તરફ કોરોનાનો વધતો ફેલાવો, બીજી બાજુ ઠંડીનું વધતું પ્રમાણ થકી રાત્રિના ભાગે ચહલ-પહલ ખાસ્સી ઘટેલી દેખાઇ હતી. લોકો રવિવારની સાંજે ગરમ વસ્ત્રોમાં લપેટાઇને ફરવા નીકળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો