તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમારી:ઠંડીમાં મલ્ટીપલ ઓર્ગન ફેલિયર, ઇન્ફ્લુએન્ઝા હાર્ટએટેક, પેરાલિસિસ થવાની શક્યાઓ વધશે

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિટિકલ દર્દીઓ પર કોરોનાનું જોખમ વધશે તેવો તબીબોનો મત, સારવાર માટે ડોક્ટરો તૈયાર, સુવિધાના અભાવે સ્થિતિ બેકાબૂ થવાની શક્યતા
  • ભરૂચ-નર્મદાના દર્દીઓને મેગાસિટીમાં કોરોનાની ટ્રિટમેન્ટ મળવી મુશ્કેલ

શિયાળાની શરૂઆત થતા જ કોવિડ-19 વાઇરસની લાઇફ ઠંડીમાં વધી જવાના ઘણા રિસર્ચ થયા છે. ઠંડીમાં હવે કોરોનાના ક્રિટિકલ દર્દીઓ આવશે તેમ ડોક્ટરોનુ માનવુ છે. જેથી મલ્ટીપલ ઓર્ગન્સ ફેલિયર, હાર્ટએટેક, પેરાલિસિસની સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. અંકલેશ્વરની સરગમ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. જય વ્યાસે જણાવ્યુ હતુ કે, ભરૂચ-નર્મદા જેવા શહેરના લોકો હાર્ટએટેક જેવી મોટી બિમારીઓની સારવાર માટે મેગા સિટીમાં જાય છે પરંતુ કોરોનામાં મેગાસિટીમાં દર્દીઓની સંખ્યામાં સ્પાઇક નોંધાયો છે તેથી અન્ય શહેરના દર્દીઓને પ્રાથમિકતા આપવી તેમના માટે શક્ય નથી. ભરૂચ-નર્મદાના દર્દીઓએ સ્થાનિક કક્ષાએ જ ટ્રિટમેન્ટ લેવી પડશે, મેગાસિટી જેવી સુવિધા સ્થાનિક લેવલે હોવી મુશ્કેલ છે.

કોરોનાની સંક્રમિત લોકોમાં હદયને લગતી ગંભીર બિમારીઓનું પ્રમાણ વધશે. ઠંડી વધતા ઇન્ફલૂએન્ઝા, શ્વાસના રોગો વધે છે, લોહી જાડુ થાય છે જે કોરોનાના લક્ષણો પણ છે તેવા સમયે દર્દીઓની ઓળખ કરીને સારવાર આપવુ મુશ્કેલી ભર્યુ છે. જનરલ રોગોના ડોક્ટરોને પણ હવે કોવિડમાં ડ્યુટી અપાઇ છે ત્યારે તહેવારોમાં લોકોની બેદરકારી બદલ અને ઠંડીની અસરને કારણે કોરોના વાઇરસનો ફેલાવો પહેલા કરતા વધારે થશે જ.

સંક્રમણથી બચવા સાવચેતી માત્ર ઉપાય: પરિવાર અને ઓફિસ સ્ટાફમાં સંક્રમિત થવાનું જોખમ વધારે, સૂર્ય પ્રકાશ મેળવો, ઘરનું ભોજન આરોગો
બંધ રૂમમાં સંક્રમણનું જોખમ સૌથી વધુ:
કોરોના સામે રક્ષમ માટે શરીરમાં વિટામિન્સ જરૂરી છે. ખાસ કરીને વિટામિન ડી3. ડોક્ટરની સલાહ લઇને લેવુ જોઇએ. એક સર્વે મુજબ 70થી 80 ટકા ભારતીયોમાં વિટામિન ડીની ઉણપ છે. હાલ ગાર્ડનમાં જોગિંગ કરી શકતા નથી પરંતુ ઘરના ટેરેશ કે ખુલ્લામાં સવારે વોકિંગ દરમિયાન સૂર્ય પ્રકાશ તંદુરસ્ત શરીર માટે આવશ્યક છે. પોતાના ઘરના ટેરેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ સરળ રહેશે.

હોમ ટ્રિટમેન્ટ દરમિયાન સંક્રમણ વધી શકે: કોરોના સંક્રમણ વધવાનુ એક કારણ હોમ આઇશોલેશન ટ્રિટમેન્ટ પણ છે. દરેક ઘરમાં દર્દીને અલાયદી વ્યવસ્થા હોય તે શક્યતા ઓછી છે. થોડા સમય પછી દર્દી-પરિવાર સાવચેતી ઓછી કરી દે છે. 40 વર્ષ સુધીના લોકો માટે હોમ આશોલેશન યોગ્ય છે. બ્લડ પ્રેશર, સુગરથી પિડિત લોકોમાં માટે હોમ ટ્રિટમેન્ટ જોખમી, તેમણે હોસ્પિટલમાં સારવાર લેવાનો આગ્રહ રાખવો વધુ સુરક્ષિત છે.

શાકભાજીનો આગ્રહ રાખો, પ્રોસેસિંગ ફૂ઼ડનું સેવન કરવાનું ટાળો: કોરોના વાઇરસથી લડવા રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી જરૂરી છે. તેથી પ્રોસેશ ફૂડ જેવાકે ચીઝ, નૂડલ્સ, પાસ્તા જેવા પેકિંગ ફૂડ ખાવાનું ટાળવુ. તેના બદલે તાજા શાકભાજી લેવુ જોઇએ. ઠંડા દૂધને બદલે ગરમ અને હળદર વાળુ દૂધ લેવાથી કફની સમસ્યા ટાળી શકાય.

રાજ્યમાં 3-4 હજાર પોઝિટિવ કેસ આવી શકે: ભલે બેડ કેપેસિટિ વધારી હોય પણ દરરોજ 3-4 હજાર પોઝિટિવ કેસ નોંધાય તેવા એંધાણ છે,ત્યારે દર્દીઓની સારવારની વ્યવસ્થા કરવી જ અઘરી પડશે. હવે ક્રિટિકલ દર્દીઓની સંખ્યા વધશે, ડિસ્ચાર્જ થવામાં પણ સમય લાગશે. ગુજરાતમાં શનિવારે સૌથી વધુ 1515 કેસ નોંધાયા છે, જે સેકન્ડ વેવની માત્ર શરૂઆત છે. સાવચેતી રાખવી જરૂરી છે.

વિટામિન D3 લેવુ, રોગ પ્રતિકાર શક્તિ વધશે: કોરોના સામે રક્ષમ માટે શરીરમાં વિટામિન્સ જરૂરી છે. ખાસ કરીને વિટામિન ડી3. ડોક્ટરની સલાહ લઇને લેવુ જોઇએ. એક સર્વે મુજબ 70થી 80 ટકા ભારતીયોમાં વિટામિન ડીની ઉણપ છે. હાલ ગાર્ડનમાં જોગિંગ કરી શકતા નથી પરંતુ ઘરના ટેરેશ કે ખુલ્લામાં સવારે વોકિંગ દરમિયાન સૂર્ય પ્રકાશ તંદુરસ્ત શરીર માટે આવશ્યક છે. પોતાના ઘરના ટેરેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ સરળ રહેશે.

ઇતિહાસ છે, પેન્ડેમિકની સેકન્ડ વેવ વધારે જીવલેણ અને ઘાતક હોય છે: વિશ્વમાં જ્યારે પણ પેન્ડેમિક આવ્યા છે ત્યારે તેની સેકન્ડ વેવ સૌથી વધુ ઘાતક અને જીવલેણ હોય છે. 1918ના સ્પેનિશ ફ્લુ પેન્ડેમિકમાં પણ 5 કરોડ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. દર્દીઓની સંખ્યા વધશે અને કોરોના સહિત હદયને લગતા રોગો મિક્ષઅપ થશે તો મૃત્યુઆંક વધશે. લોકોમાં હવે કોરોના અંગે અવેરનેશ આવી છે પણ સિરિયસનેસ ઓછી થઇ ગઇ છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગથી કંટાળીને એન્જોયમેન્ટમાં લાગ્યા છે તેથી સંક્રમણનું પ્રમાણ વધ્યુ છે.- ડો. જય વ્યાસ, સરગમ હોસ્પિટલ

પશ્ચિમિ દેશોમાં શિયાળામાં 10 ગણુ સંક્રમણ: પશ્ચિમિ દેશોમાં ભારત કરતા પહેલા શિયાળો શરૂ થાય, ત્યાં શિયાળામાં સંક્રમણનું પ્રમાણ 10 ગણુ વધી ગયુ હતુ. ઉત્તર ભારતમાં સંક્રમણનું પ્રમાણ વધી જ રહ્યુ છે. ઠંડી વધશે ત્યાં સંક્રમણ વધશે. અન્ય દેશોનો અભ્યાસ કરીને સારવાર વધુ અસરકારક બનાવી શકાય.

સારા થવાનો સમય વધશે: આઇસીયુમાં ટ્રિટમેન્ટ લેતા દર્દીઓને સારા થવાનો સમયગાળો વધશે. અગાઉ 7થી 10 દિવસમાં રિકવરી થતી હતી તે હવે 13થી17 દિવસ થવાની શક્યતા છે. ઘણા રિસર્ચમાં કોવિડ-19 વાઇરસનું મ્યુટેશન થયાના પુરાવા છે. દરેક ઋતુમાં વાઇરસમાં બદલાવ થઇ રહ્યો છે.

ગંભીર સ્થિતિવાળા દર્દીઓ આવશે :દર વર્ષે શિયાળામાં ઇન્ફ્યુએન્ઝા, હાર્ટએટેક, પેરાલિસિસ સહિતના રોગો વધે છે. આવા દર્દીઓમાં કોરોના વકરશે તો દર્દીઓની કંડિશન વધારે ગંભીર થઇ જશે. કોરોના સાથે અન્ય જીવલેણ રોગો મિક્ષઅપ થશે તો પરિસ્થિત વકરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો