તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ચરોતરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી સ્થિરઃ પ્રજાજનો ઠુંઠવાયા, ઉ.ભારતમાં થયેલી હિમવર્ષાની અસર

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચરોતરમાં શિયાળો રફતાર પકડી રહ્યો છે. ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો નીચે સરકતાં અને સાંજે ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં દિવાળીનો તહેવાર પુુરો થવાની સાથે જ ઠંડીઅે તેનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું છે. આણંદ કૃષિ યુનિ.ના જણાવ્યા અનુસાર રવિવારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 29 ડિગ્રી નોધાયો હતો. જ્યારે લધુત્તમ તાપમાનનો પારો 14.5 ડિગ્રી પર સ્થિર રહેવા પામ્યો હતો. જો કે,પશ્ચિમી હિમાલયના હિમાચ્છાદિત પર્વતો પર ઠંડા પવનો ફૂંકાતા પાંચ કિ.મિ પ્રતિ કલાકની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાતા આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં ટાઢોળું ફરી વળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી દિવસોમાં હજી પારો કેટલીક ડિગ્રી વધુ ગગડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો