તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:વલસાડમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રીએ, દિવસે ગરમી, મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી,ભેજ 60%

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં શિયાળાની ઋતુના પ્રારંભિક તબક્કામાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ ફરી રહ્યો છે.શનિ રવિના દિવસોએ પણ લઘુત્તમ તાપમાનનો પારો 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.જેને લઇ રાત્રિથી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી જતાં દિવસ દરમિયાન ગરમાટો રહ્યો હતો.શિયાળાની ઋતુ નવેમ્બરથી શરૂ થઇ હતી,પરંતું શરૂઆતમાં મિશ્ર વાતાવરણનો અનુભવ લોકોને થયો હતો.જો કે પ્રથમ સપ્તાહ દરમિયાન ઠંડીનો પારો 15 ડિગ્રી નોંધાયા બાદ અત્યાર સુધી 13 થી 15 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયો હતો.

જેને લઇ ઠંડીની અસરનો લોકોએ અહેસાસ કર્યો છે.શનિવાર અને રવિવારે પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇને 14.5 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયો હતો.જેના કારણે રાત્રિથી સવાર સુધી ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો.ત્યારબાદ સૂર્યોદય પછી ધીમે ધીમે ગરમાટો શરૂ થતાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં ગરમાટો સર્જાયો હતો,પરંતું સાંજ થતાં ધીમે ધીમે ફરી ઠંડક શરૂ થઇ હતી.આ સાથે ભેજનું પ્રમાણ 60 ટકાની આસપાસ દિવસ દરમિયાન નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો