કાશ્મીર / ઠંડીને લીધે કસ્ટડીમાં રહેલા નેતાઓને ગેસ્ટ હાઉસ ખસેડવામાં આવ્યા, તેમની સાથે મારપીટ કર્યાનો મહેબૂબાની દિકરીએ આરોપ લગાવ્યો

શાહ ફૈઝલ (ડાબી બાજુ) અને સજ્જાદ લોન (જમણી બાજુ)
શાહ ફૈઝલ (ડાબી બાજુ) અને સજ્જાદ લોન (જમણી બાજુ)

  • મહેબુબાની દિકરી ઈલ્તિજા મુફ્તીએ સજ્જાદ લોન, વાહિદ પારા, શાહ ફૈઝલ સાથે મારપીટ કર્યાનો આરોપ મુક્યો.
  • 5મી ઓગસ્ટ બાદ નેતાઓને સેન્ટર હોટલમાં રાખવામાં આવ્યા હતા, હવે તેમને MLA હોસ્ટેલ મોકલવામાં આવ્યા.

Divyabhaskar.com

Nov 18, 2019, 10:42 AM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કસ્ટડીમાં લેવામાં આવેલા 34 નેતાઓને ખૂબ જ ઠંડીને લીધે રવિવારે શ્રીનગરની એક હોટેલથી સરકારી ગેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. 5મી ઓગસ્ટના રોજ અનુચ્છેદ 370 દૂર કરવામાં આવ્યા બાદ આ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ નેતાઓમાં કાશ્મીરના ભૂતપુર્વ મંત્રી અને ધારાસભ્યોનો પણ સમાવેશ થતો હતો. મહેબૂબા મુફ્તીની દિકરી ઈલ્તિજા મુફ્તીએ ટવીટ કરી આરોપ લગાવ્યો હતો કે પોલીસે શિફ્ટીંગ કરતી વખતે નેતાઓ સાથે મારપીટ કરી હતી. ઈલ્તિજાએ કહ્યું હતું કે સજ્જાદ લોન, શાહ ફૈઝલ અને વાહિદ પારા સાથે ગેરવર્તણૂક થઈ હતી. જોકે, પોલીસે આ આરોપોનો ઈન્કાર કર્યો છે. સજ્જાદ લોનની પાર્ટીનું કહેવું છે કે લોનને સુરક્ષા તપાસ કરવાના બહાના હેઠળ મારપીટ કરવામાં આવી હતી. જ્યારે ઈલ્તિજાએ કહ્યું હતું કે ચૂંટાયેલા નેતાઓ સાથે શું આ રીતે વ્યવહાર કરવામાં આવે છે, તેમનું અપમાન શાં માટે? આ એ જ વાહીદ પારા છે, જેની લોકતંત્રને મજબૂત કરવા બદલ રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રશંસા કરી હતી. આ એ જ શાહ ફૈઝલ છે કે જેને યુપીએસસી ટોપ હતા અને કાશ્મીરના રોલ મોડેલ હોવાનું કહેવામાં આવ્યું હતું.

બીજાઓની દુર્દશાનો અંદાજ લગાવી શકાય નહીં

ઈલ્તિજાએ કહ્યું હતું કે સજ્જાદ લોન સાથે મારપીટ કરવામાં આવી છે. તેની નવી જેલની બારીઓ બંધ છે. હિટર આપવામાં આવ્યું નથી. જો એક વ્યક્તિ કે જેને પ્રધાનમંત્રી મોદીએ તેમના નાના ભાઈ કહ્યા હતા તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું છે.

નેતાઓના હોટેલ બિલ પાછળ 2.65 કરોડનો ખર્ચ

જે નેતાઓને હોસ્ટેલ ખસેડવામાં આવ્યા છે તેમાં નેશનલ કોન્ફરન્સ (NC), પિપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (PDP),અને પિપલ્સ કોન્ફરન્સ સહિત બીજા રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે.તમામ ભારતીય પર્યટન વિકાસ નિગમ (ITDC)ની સેન્ટર હોટલમાં રાખવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેવામાં આવેલા રાજકીય નેતાઓને હોટેલ બિલ પાછળ 5 ઓગસ્ટથી અત્યાર સુધી 2.65 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નેશનલ કોન્ફરન્સની માંગ-ફારુક અને ઉમરને સંસદ મોકલો

દરમિયાન નેશનલ કોન્ફરન્સ (NC) એ સરકાર સમક્ષ માંગ કરી છે કે ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં ભાગ લેવા દેવામાં આવે. ફારુક અને ઉમર અબ્દુલ્લા છેલ્લા 100 દિવસથી કસ્ટડીમાં છે. મોદી સરકારે 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દર્જો આપનારી અનુચ્છેદ 370 અને કલમ 35 એ દૂર કરી રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો.

X
શાહ ફૈઝલ (ડાબી બાજુ) અને સજ્જાદ લોન (જમણી બાજુ)શાહ ફૈઝલ (ડાબી બાજુ) અને સજ્જાદ લોન (જમણી બાજુ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી