અપકમિંગ / હ્યુન્ડાઈની Grand i10 Niosનું ટૂંક સમયમાં CNG વર્ઝન આવશે

CNG version of Hyundai's Grand i10 Nios will be coming soon

Divyabhaskar.com

Aug 31, 2019, 10:30 AM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઈએ તાજેતરમાં જ તેની નવી થર્ડ જનરેશન Grand i10 Nios ભારતમાં લોન્ચ કરી હતી. આ કાર 1.2 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે કંપની ટૂંક સમયમાં જ આ કારનું CNG વર્ઝન પણ લોન્ચ કરશે. નવી Grand i10 Nios સાથે કંપની જૂની Grand i10 પણ વેચી રહી છે, જે અગાઉથી જ CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇના પોર્ટફોલિયોમાં હાલમાં CNG વેરિએન્ટમાં સેન્ટ્રો અને એક્સેન્ટ કાર પણ ઉપલબ્ધ છે. ભારતમાં હંમેશા CNG કાર્સની માગ રહી છે. તેથી, મોટાભાગના ગ્રાહકો Grand i10 Niosમાં પણ CNGની માગ કરશે. અત્યારે જૂની Grand i10નાં મેગ્ના વેરિઅન્ટ સાથે CNG કિટનો ઓપ્શન મળે છે. જેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 6.46 લાખ રૂપિયા છે. જ્યારે માત્ર પેટ્રોલ એન્જિન સાથે આવતી મેગ્ના વેરિઅન્ટની કિંમત 5.79 લાખ રૂપિયા છે. અહીં આ બંને વેરિઅન્ટની કિંમતમાં આશરે 67,000 રૂપિયાનો તફાવત છે.

Grand i10 NOISમાં ચાર વેરિઅન્ટ Era, Magna, Sportz, Asta મળે છે. તેનાં પેટ્રોલ મોડલની કિંમત 4,99,990 રૂપિયાથી લઇને 7,13,950 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે ડીઝલ મોડલની કિંમત 6,70,090 લાખ રૂપિયાથી લઇને 7,99,450 લાખ રૂપિયા સુધી છે. સેફ્ટી માટે આ કારમાં ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) સાથે EBD, ડ્યુઅલ એરબેગ્સ, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

X
CNG version of Hyundai's Grand i10 Nios will be coming soon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી