સુરત / અત્યાધુનિક ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખુલ્લું મુકાશે

સ્કૂલમાં અત્યાધુનિક સ્પોર્ટસની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.
સ્કૂલમાં અત્યાધુનિક સ્પોર્ટસની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.

  • અદ્યતન સુવિધાઓથી સજ્જ ઈન્ડોર ગ્રાઉન્ડ
  • ખેલાડીઓને ઈન્ટરનેશનલ સુવિધા મળશે

Divyabhaskar.com

Sep 25, 2019, 07:34 PM IST

સુરતઃઆગામી 27 સપ્ટેમ્બરના રોજ તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન થશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ, રાઇફલ શુટિંગ અને ડાર્ટ રૂમ, વોલી બોલ અન બેડમિન્ટ કોર્ટ, સ્કવોશ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ તથા એરોબિક્સ, યોગા રૂમ વગેરે સામેલ કરાયાં છે.

રમતવીરોને તૈયાર કરાશેઃસ્કૂલ

શાળાના ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિશે માહિતી આપતાં તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુવા રમતવીરોને વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતા ઇન્ડોર કોમ્પલેક્ષ ઉપલબ્ધ કરાવવાનું અમારું સપનું સાકાર થયું છે. આ કોમ્પલેક્ષ માત્ર તાપ્તી વેલીના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ રમત-ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા નિખારવા ઇચ્છતા તમામ માટે ખુલ્લું છે. આ બેજોડ કોમ્પલેક્ષ એન્જિનિયરીંગનો નમૂનો છે. તે તમામ આધુનિક સુવિધાઓ તી સજ્જ છે તથા સમગ્ર કોમ્પલેક્ષ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા ફિક્સ્ડ કેમેરાથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હેઠળ છે.

10 કરોડના ખર્ચે કોમ્પ્લેક્ષ તૈયાર થયું

કેન્દ્રના ફીટ ઇન્ડિયા કેમ્પેઇનને સહયોગ કરવા તથા ખેલ મહાકુંભમાં વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે જરૂરી સજ્જતા કેળવી શકે તે ઉદ્દેશ્ય સાથે રૂ. 10 કરોડના ખર્ચે આ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી સુરત સહિત આસપાસના આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન તથા જરૂરી સુવિધાઓ અને તાલીમ મળી રહેશે.પ્રમોદજીએ પોતાનું વિઝન રજૂ કરતાં જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇને ભારત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવું આપણે ઇચ્છીએ તો ઇનડોર સ્ટેડિયમ હોવા અત્યંત આવશ્યક છે.

X
સ્કૂલમાં અત્યાધુનિક સ્પોર્ટસની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.સ્કૂલમાં અત્યાધુનિક સ્પોર્ટસની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી