ઉદઘાટન / ગુજરાત હાઈકોર્ટ ખાતે નવનિર્મિત કાયદા ભવનનું આવતીકાલે CM રૂપાણી લોકાર્પણ કરશે

ગુજરાતા હાઈકોર્ટમાં બનાવાયેલા કાયદા ભવનનું આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ: ફાઈલ
ગુજરાતા હાઈકોર્ટમાં બનાવાયેલા કાયદા ભવનનું આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ: ફાઈલ

  • કાયદા ભવનમાં વિશાળ બેઠક વ્યવસ્થા, ટેકનોલોજી સભર અદ્યતન સુવિધાઓ
  • સુપ્રીમ કોર્ટના જજ અને કેન્દ્રના સોલીસીટર જનરલ ખાસ ઉપસ્થિત રહેશે
  • 39 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભવનનું આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ

Divyabhaskar.com

Sep 08, 2019, 05:45 PM IST

અમદાવાદ: આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત હાઈકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનનું લોકાર્પણ કરવાના છે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા અંદાજે 39 કરોડના ખર્ચે કાયદા ભવનને તૈયાર કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ આર.સુભાષ.રેડ્ડી અને એમ.આર.શાહ ખાસ ઉપસ્થિત રહેશે.

કાયદા ભવન અદ્યતન સુવિધાથી સજ્જ
હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના પગલે સુવિધામાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતાં સમયના પગલે તેમાં માળખાકીય સુવિધામાં બદલાવની આવશ્યકતા હતી. ત્યારે નવું કાયદા ભવન વિશાળ બેઠક વ્યવસ્થા, અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના સભર બનાવ્યું છે. ભવનમાં કોન્ફરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડિશનલ ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરી શકશે.

આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ
ગુજરાત હાઈર્કોટમાં બનાવાયેલા આ કાયદા ભવનનું આવતીકાલે સાંજે 6 કલાકે લોકાર્પણ પ્રસંગે ગુજરાત હાઈર્કોટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત એસ. દવે, રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને કેન્દ્રના સોલીસીટર જનરલ તુષાર મહેતા ઉપસ્થિત રહેશે. આ સાથે ગુજરાત હાઈર્કોટના એડવોકેટ જનરલ કમલ બી.ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે જાની, ગવર્મેન્ટ પ્લીડર, મનિષાબેન લવ કુમાર, પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીન, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ મિલન દવે, એડવોકેટ વગેરે પણ ઉપસ્થિત રહેશે.

X
ગુજરાતા હાઈકોર્ટમાં બનાવાયેલા કાયદા ભવનનું આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ: ફાઈલગુજરાતા હાઈકોર્ટમાં બનાવાયેલા કાયદા ભવનનું આવતીકાલે સાંજે 6 વાગ્યે લોકાર્પણ: ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી