ગુજરાત / CM રૂપાણીએ કહ્યું-નર્મદા ડેમને 138 મીટરના પૂર્ણ લેવલ સુધી ભરી શકાશે

CM રૂપાણીનું સ્વાગત
CM રૂપાણીનું સ્વાગત

  • ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને નર્મદા ડેમ 138 મીટરની ઊંચાઈ સુધી ભરવાની નેમ
  • પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રી 

Divyabhaskar.com

Aug 17, 2019, 04:43 AM IST

કેવડિયા: નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે એનસીએની કોઈ મંજૂરીની જરૂર નથી. પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. દરમિયાન આજે સાંજે કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સમસ્ત પારસી સમુદાયને પતેતીના મુબારક પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે આ અતિ અલ્પ લઘુમતી સમુદાય દૂધમાં સાકરની જેમ ગુજરાતના સમાજ જીવનમાં ઓતપ્રોત થઇ ગયો છે.

પ્રવાસીઓ આવે, બે ત્રણ દિવસ રોકાય, વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેવડિયામાં વિશ્વની સહુથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે. કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડિયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ આવે,બે ત્રણ દિવસ રોકાય, વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે અને સ્થાનિક લોકોને રોજગારી મળે. આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે, એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.

આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બેઠક કેવડિયામાં મળશે
તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદી કેવડિયા પધારવાના છે. આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્વના બનવાના છે. અહીં રાજદૂતોની, આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બેઠક મળવાની છે. આ તમામ ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણની સમીક્ષા કરાશે. નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં એનસીએની સંમતિની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે.તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.

સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ કે.કૈલાશનાથન હાજર રહ્યાં
કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવકુમાર ગુપ્તા અને જિલ્લા કલેકટર આઈ. કે.પટેલે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ કે.કૈલાશનાથન તેમની સાથે આવ્યા હતા. નિગમના જોઈન્ટ એમડી સંદીપ કુમાર, ડીડીઓ ડો.જીંસી વિલિયમ અને ડીએસપી હિમકર સિંહ ઉપસ્થિતિ રહ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઇ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવાર તા.17/8ના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઇ સેવાનો અને ખલવાની ગામે પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ સાહસ સભર રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવશે.આ સુવિધા પ્રવાસન વિવિધતામાં વધારો કરશે.

પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમં વિજય રૂપાણીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની સમસ્ત પારસી પરિવારોને મુબારક પાઠવી છે. મુખ્યમંત્રીએ ‘પતેતી મુબારક‘ પાઠવતા સંદેશમાં જણાવ્યું છે કે, આપણા સમાજ જીવનમાં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી કોમ સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જવલંત ઉદાહરણ પુરૂં પાડી રહી છે. તેમણે સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃધ્ધિસભર રહે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી છે.

X
CM રૂપાણીનું સ્વાગતCM રૂપાણીનું સ્વાગત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી