ગુજરાત  / વાહનોના નિયમોનું પાલન કરવા મંત્રી,અધિકારીઓને CMની તાકીદ

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • ગુરુવારે યોજાયેલી બેઠકમાં વ્હીકલ એક્ટ અંગે પ્રેઝન્ટેશન થયું
  • મંત્રી અને અધિકારીએ દંડની રકમ વ્યક્તિગત ભરવાની રહેશે

Divyabhaskar.com

Sep 13, 2019, 08:23 AM IST

ગાંધીનગર: રાજ્ય સરકારે કેન્દ્રના નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ 16મી સપ્ટેમ્બરથી કરવાની જાહેરાત કરી છે.ત્યારે નાગરિકોની જેમ જ મંત્રીઓ અને અધિકારીઓને પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મુખ્યમંત્રીએ ટકોર કરી છે.

વાહનોમાં ટ્રાફિક નિયમોનું પાલન ખાસ થવું જોઇએ
ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઇઓ અને દંડની રકમ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. રૂપાણીએ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે તમારા સરકારી કે ખાનગી વાહનોમાં ટ્રાફિક નિયમોનું પાલન ખાસ થવું જોઇએ, પરિવારના સભ્યોને પણ આ બાબતે માર્ગદર્શન આપવું જરૂરી છે. જો સરકારી વાહનમાં પણ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ થશે તો તની ભરપાઇ વ્યક્તિગતરીતે કરવી પડશે.

માંડવાળ ફી તરીકે દંડ ઘટાડાયો
વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે,ગુજરાત સરકારે કેન્દ્રના દંડના ધોરણોમાં કોઇ ઘટાડો કર્યો નથી પરંતુ હળવા ગુનામાં સામાન્ય વર્ગને મુશ્કેલી ન પડે તે માટેની માંડવાળ ફી તરીકે દંડ ઘટાડાયો છે. ગંભીર ગુનામાં ભારે દંડની જોગવાઇઓ યથાવત્ રહેશે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી