અમદાવાદ  / CM રૂપાણીએ રૂ. 851 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન તથા વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા

વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની મહાઆરતી ઉતારવામાં આવી
વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની મહાઆરતી ઉતારવામાં આવી
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad

 • નર્મદાના આર્શિવાદથી ગુજરાતમાં હવે પીવાના પાણીની અને સિંચાઇના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં- રૂપાણી 
 • પ્રજાના વેરાના પૈસા લોકોની સગવડો અને જન-સુખાકારી માટે જ વપરાય તે આ સરકારનો સંકલ્પ- CM  રૂપાણી 
 • હેન્ડ પીક વેસ્ટ મશીન તથા 101 સ્પોટ ટુ ડમ્પ ગાડીઓ ફ્લેગ ઓફ કરાયું    
 • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલ 2482 આવાસોનું લોકાર્પણ અને 8285 આવાસોનું ખાતમૂહૂર્ત કર્યુ

Divyabhaskar.com

Sep 19, 2019, 10:06 PM IST

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એન.એચ.એલ.કોલેજ સંલગ્ન રૂ.23.50 કરોડના ખર્ચે નિર્મિત ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, 50 લાખના હેન્ડ પિકઅપ પીક વેસ્ટ મશીન, રૂ.6.30 કરોડના ખર્ચે સ્વીપ મશીન તથા રૂ. 808 કરોડના ખર્ચે વસાવેલા 101 સ્પોટ ટુ ડમ્પ ગાડીઓનું ફ્લેગઓફ કર્યું હતું. આ સાથે નબળા વર્ગો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.124.33 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 2482 આવસોનું લોકાર્પણ તેમજ રૂ.680 કરોડના ખર્ચે તૈયાર થનાર આવાસોનું ખાતમૂહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મળેલ લાભાર્થીઓને મુખ્યમંત્રીએ આવાસની ચાવી આપીને લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના વેરાના પૈસા લોકોની સગવડો અને જન-સુખાકારી માટે જ વપરાય તે આ સરકારનો સંકલ્પ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત રૂ.851 કરોડના પ્રજાલક્ષી વિવિધ કાર્યોનું લોકાર્પણ હેઠળ ભૂમિપૂજન કર્યું હતું. સાથો-સાથ વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની મહાઆરતી કરી વધામણા કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત જે રીતે પાવરક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બન્યું છે તે રીતે આવનારા દિવસો પાણીક્ષેત્રે પણ સરપ્લસ સ્ટેટ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આથી પાણીનો બગાડ ન થાય અને વધુને વધુ જાળવણી થાય તે માટે જળસંચય અભિયાનથી તળાવો ઉંડા કરવામાં આવ્યા છે અને વરસાદ સારો થતા આજ વિપુલ પ્રમાણમાં પાણી સંગ્રહિત કરી શકાયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સરકારે છેવાડાના માનવીની સુખાકારીની ચિંતા કરી છે અને સૌને સાથે લઇ વિકાસની હરણફાળ ભરી છે. રાજ્યના 45 ટકાથી વધુ લોકો શહેરમાં વસે છે ત્યારે શહેરોને આધુનિક સુવિધાઓ સાથેના સ્માર્ટ સિટી અને વિશ્વના શહેરોનો મુકાબલો કરી શકે તેવા બનાવવાનો સંકલ્પ કર્યો છે. શહેરોના વિકાસની સાથે પર્યાવરણની જાળવણીને આ સરકારે મહત્વ આપ્યું છે અને અમદાવાદમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે મિશન મિલિયન ટ્રીનું કોર્પોરેશન દ્વારા જે અભિયાન હાથ ઘરાયું છે તે પ્રશંસાને પાત્ર છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 2022 સુધી શહેરમાં વપરાયેલ પાણીનું રિસાયકલ કરી ફરીથી ઉપયોગમાં આવે તેવું ધનિષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉની સરકારોમાં એક રૂપિયો આવતો તેમાં દસ પૈસા લોકોની સુખાકારી માટે વપરાતા પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના પ્રમાણે લોકોની સુખાકારી માટે એક રૂપિયાની સુખાકારી સામે સવા રૂપિયાનો ખર્ચ આ સરકાર કરી રહી છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિકાસ કામો માટે અભિનંદન પાઠવ્યાં હતા.

અમદાવાદના મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે, અમદાવાદ હેરિટેજ સિટીથી સ્માર્ટ સિટી સુધીની હરણફાળ ભરી છે અને શહેરીજનોને આધુનિક શહેરી સુવિધાઓ પૂરી પાડી છે. મેયરએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ રહી સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે. શહેરના પર્યાવરણને જાળવવા મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. અમદાવાદને વિશ્વકક્ષાનું શહેર બનાવવા વહિવટી તંત્ર કટિબદ્ધ છે.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ ડો.કિરિટભાઇ સોલંકી, ધારાસભ્યો, ભૂપેન્દ્રભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, કિશોરસિંહ ચૌહાણ, જગદીશભાઇ પંચાલ, અરવિંદભાઇ પટેલ, આઇ.કે.જાડેજા, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટ, આરોગ્ય સમિતિના ચેરમેન દેવાંગભાઇ દાણી, પૂર્વ સાંસદ સુરેન્દ્રભાઇ પટેલ, કોર્પોરેશનના પદાધિકારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની મહાઆરતી ઉતારવામાં આવીવસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદા નીરની મહાઆરતી ઉતારવામાં આવી
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad
CM Rupani inaugurate Rs. 851 crores development works in Ahmedabad

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી