તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:દેવપુર(ગઢ)માં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત: બાલમંદિર અને વાંચનાલય સંચાલનનું હસ્તાંતર કરાયું

દેવપર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ દેવપુર વિશલ માતાજી ગાલા ભાવિક મંડળના નેજા હેઠળ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. ગાલા પરિવાર દ્વારા નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે દેવપુર નવોદિત મિત્ર મંડળ સંચાલિત બાલમંદિર અને વાંચનાલયના સંચાલનની જવાબદારી કચ્છ દેવપુર ગાલા ભાવિક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટને સોંપાઈ હતી.ટ્રસ્ટના મોભી ધનસુખલાલ જેવતલાલ ગાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં માતાજીના ઇતિહાસ પર આછેરી ઝલક આપી હતી. દાતા મંજુલાબેન મુલચંદ નાનજી ગાલા હસ્તે વિશાલ ગાલા (અમદાવાદ)ના સંપૂર્ણ સહયોગથી નવા મંદિરનું નિર્માણ કરાશે.

કાર્યક્રમના પ્રારંભે ભગવાન ગોડીજી પાર્શ્વનાથ દેરાસરથી જૈન મહાજન વાડી સુધી સામૈયું નીકળ્યું હતું. હંસાવલીજી મ.સા. ચંદ્રશીલાજી મ.સા.એ માંગલિક સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ચાતુમાસાર્થેએ બિરાજમાન સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે દાતા પરિવાર વતી અવનીબેન અને પારુલબેનના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે લક્ષ્મીચંદ રામજી ગાલા, લક્ષ્મીચંદ જીવરાજ ગાલા, મણિલાલ રવજી ગાલા, તેજશી શામજી ગાલા, મોરારજી ખીમજી ગાલા વગેરે શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલ પૂજનમાં જોડાયા હતા.

લાભ પાંચમના જૈન મહાજનના પ્રમુખ નવીનચંદ્ર કુંવરજી ગાલા, સાકરચંદ વીરજી દેઢિયા સહિતના મોભીઓ ઉપસ્થિતિમાં સ્થાનિક અને મુંબઇથી આવેલા ભાવિકો જોડાયા હતા. નવોદિત મિત્ર મંડળના મોભીઓએ વાંચનાલય સંચાલન માટેનો પત્ર મુંબઈ મહાજનના પ્રમુખ ભાઈલાલ હિરજી વોરા અને ટ્રસ્ટી રામજી હિરજી મોતાને જ્યારે બાલમંદિરના સંચાલનનો પત્ર સરપંચ હેતલબેન વિમલભાઈ નિસરને સોંપ્યો હતો. જે પત્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વીકાર્યો હતો. બાલમંદિરમાં સુવિધાઓ વધારવાની સાથે વાંચનાલયનું આધુનિકીકરણ કરીને ગામને વધુમાં વધુ ઉપયોગી રહેવા ટ્રસ્ટીઓએ ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીચંદ ખીમજી ગાલાએ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો