તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાનું એપી સેન્ટર બને તે પહેલા જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ-વે બંધ કરવા માગણી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિવારે રોપ-વે સાઇટ પર લોકોની ભીડ રહી હતી પરંતુ નિયમનું પાલન થયુ ન હતું.
  • કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થતું ન હોય
  • કમાઇ લેવાની લ્હાયમાં સંક્રમણ વધશે: ઉતારા મંડળે માંગ કરી

જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હાલ કોરોના સંક્રમણ વધી ગયું હોય ત્યારે રોપ-વેને થોડા સમય માટે બંધ કરી દેવાની લોકોમાંથી માંગ ઉઠી છે. આ અંગે અશ્વિનભાઇ મણીયારે જણાવ્યું હતું કે, તહેવારોને લઇ રોપ-વેમાં ભીડ ઉમટી પડી છે. ત્યારે કોરોના ગાઇડ લાઇનનું પાલન થતું નથી. પરિણામે જૂનાગઢીઓ પર કોરોના મહામારીના સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી.

વળી, ગુજરાત અને ગુજરાત બહારના પ્રવાસીઓ આવી રહ્યા હોય કોરોના સંક્રમણ વધી જશે. ત્યારે રોપ-વે કોરોનાનું એપી સેન્ટર બને તે પહેલા હાલના સંજોગો જોતા થોડો સમય માટે બંધ રાખવો હિતાવહ છે. બાદમાં જ્યારે સ્થિતી નોર્મલ જણાય ત્યારે ભલે શરૂ કરે. પરંતુ હાલના સંજોગોમાં રોપ-વેનું સંચાલન સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપવા સમાન છે. ત્યારે રોપ-વે થોડો સમય બંધ રહે તે તમામ લોકોના હિતમાં છે. દરમિયાન ઉતારા મંડળના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું છે કે,અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા વગેરે જગ્યાએ કફર્યુ લાગુ કરાતા લોકો ત્યાંથી ફરવાના નિકળી પડ્યા છે. આવા લોકો કોરોના કેરિયર્સ છે. જે રોપ-વેમાં આવ્યા બાદ સંક્રમણનો ફેલાવો કરશે. ત્યારે માત્ર કમાઇ લેવાની લાલચ છોડી ઉષા બ્રેકો કંપનીએ પણ રોપ- વે બંધ રાખવાની જાહેરાત કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો