તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટ્રાન્સપોર્ટ:21મીથી શરૂ થનારી કલોન ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળશે, વડોદરાને માત્ર એક જ કલોન ટ્રેનનો લાભ મળશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • હવે યાત્રીઓએ વેઇટિંગ લિસ્ટ જોવાનું ટેન્શન નહીં

આગામી 21મી સપ્ટેમ્બરથી રેલવે દ્વારા કલોન ટ્રેન દોડાવાશે જેના પગલે રેલ યાત્રીઓને હવે વેઇટિંગ લિસ્ટનું ટેન્શન નહી રહે. રેલ યાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં લઇ ભારતીય રેલવે દ્વારા એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને હવે ટિકિટ બુક કરાવતાં પહેલા વેઇટિંગ લિસ્ટની ચિંતા કરવાની જરૂર નહી રહે. જો કે વડોદરાને એક જ ટ્રેનનો લાભ મળશે.

રેલ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે યાત્રીઓને કન્ફર્મ ટિકિટ આપવા માટે 20 કલોન ટ્રેન દોડાવાશે. એનો અર્થ એવો છે કે એક ટ્રેન સાથે તે જ રૂટ પર બીજી ટ્રેન ચલાવવામાં આવશે.એટલે કે જો પહેલી ટ્રેનનું બુકિંગ ફુલ થઇ જશે તો એક કલાક બાદ એ જ રૂટ પર બીજી ટ્રેન દોડાવાશે.જેથી વેઇટિંગ લિસ્ટની સમસ્યા પુરી થઇ જાય. કલોન ટ્રેનોમાં હમસફર કોચ જોડવામાં આવશે એટલે યાત્રીઓને ભાડું પણ હમસફરનું ચુકવવું પડશે. તેવી જ રીતે આ કલોન ટ્રેનોમાં ડાયનેમિક ફેર વસુલ કરાશે કે કેમ ?તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.પણ યાત્રીઓને સ્લીપર કે એસીકોચના ભાડા કરતાં વધુ ભાડુ ચુકવવું પડશે એમ મનાય છે.

વડોદરા રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે ‘વડોદરાને માત્ર અમૃતસર-બાન્દ્રા ટ્રેનનો લાભ મળશે, અન્ય પાંચ ટ્રેનો પણ વડોદરાથી પસાર થશે પણ સ્ટોપેજ નહી હોવાથી આ ટ્રેનો સીધી જશે. રેલ પેસેન્જર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારી કહે છે કે ‘ એક કલોન ટ્રેન વડોદરાને મળશે પણ તેના સ્ટોપેજ ગણત્રીના છે,જો યાત્રીએ ગોધરા કે ભરૂચ જવું હોય તો તેણે શુ્ં કરવું તેનો કોઈ વિચાર રેલવેએ કર્યો નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો