તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રસ્તા મામલે જૂથ અથડામણ:હિંમતનગરના ગઢામાં સ્મશાનનો રસ્તો કાઢવા મુદ્દે દરબારો અને મુસ્લિમોના જૂથ આમને-સામને, 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા

હિંમતનગર12 દિવસ પહેલા
ગઢામાં સ્મશાનમાંથી પગદંડી રસ્તો કાઢવાના મામલે થયેલ ઘર્ષણ બાદ જૂથ અથડામણ થઇ
  • જૂથ સામસામે આવી જતાં પાંચથી વધુ લોકોને વત્તા ઓછી ઈજાઓ થઇ

હિંમતનગરના મુસ્લિમ બહુલ ગઢામાં રવિવારે સવારે જૂના સ્મશાનમાં ચાલુ કરાયેલી પગદંડી રસ્તો બંધ કરવાના મામલે બે જૂથ સામસામે આવી ગયા હતા. દરબારો અને મુસ્લિમોના જૂથ સામસામે આવી જતાં પાંચથી વધુ લોકોને વત્તા ઓછી ઈજાઓ થઇ હતી. બે જૂથની અથડામણ મામલે સોશિયલ મીડિયા એકદમ સક્રિય બની જતાં હિન્દુ મુસ્લિમ તોફાન થયું હોવાનો આભાસ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસ કાફલો ઉતરી પડતાં સ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લેવાઇ હતી.

દરબારોના જૂના સ્મશાનનો પગદંડી રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરતાં બંને કોમના ટોળેટોળા એકઠા થયા
ગઢામાં ગઈકાલે સવારે થયેલી જુથ અથડામણ અંગે ગામના સરપંચ સહિત એક પણ અગ્રણી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામજનો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 9:30 કલાકે તલાટીનો વિદાય સમારંભ પૂર્ણ થયા બાદ વાડોલ તરફ જતાં બાયપાસ પર આવેલા દરબારોના જૂના સ્મશાનમાંથી પગદંડી રસ્તો ચાલુ કરાતા કેટલાક યુવાનોએ બંધ કરવાનો પ્રયાસ કરતાં સામેના વિસ્તારમાં રહેતા કેટલાક રહીશોએ વિરોધ કરતાં ઘર્ષણ થયું હતું.ત્યારબાદ બંને કોમના ટોળેટોળા એકઠા થવા માંડ્યા હતા અને લાકડીઓ ધોકા લઈ આવી પથ્થરમારો શરૂ થયો હતો. ગલ્લા-કેબીન વાહનની તોડફોડ થઈ હતી. ઘટનાને પગલે ગઢા ગામમાં કોમી તોફાનો થયાં આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી મદદ માટે દોડી આવોના સંદેશા વહેતા કરાયા હતા અને ગામની સમસ્યાને કોમી રંગ આપી એખલાસ તોડવાનો પ્રયાસ કરાયો હતો.

જૂથ અથડામણને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
દરબારો અને મુસ્લિમોના જૂથ સામસામે આવી જતાં પાંચથી વધુ લોકોને વત્તા ઓછી ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાની સાથે એસ.ઓ.જી એલસીબી રૂરલ પોલીસ સહિતનો કાફલો ગઢા ગામમાં ઉતરી પડ્યો હતો અને બંન્ને જુથના ટોળા વિખેરી અગ્રણીઓ સાથે ચર્ચા કરી સ્થિતિને કાબૂમાં લીધી હત. મોડી સાંજે રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને જૂથની સામસામી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરાઈ હતી.

તાબે ન થનાર મહિલા સરપંચને અવિશ્વાસ દરખાસ્ત લાવી દૂર કરાયા હતા
મુસ્લિમ બહુલ મુમનની વસ્તી ધરાવતા ગઢામાં મૂકાયેલા સદસ્યો નામ પૂરતા હોય છે. ગામના મુમન સમાજના અગ્રણીઓ જ પંચાયત ચલાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે ગત જુલાઇમાં મુસ્લિમ સમાજના જ પરંતુ મુમન નહીં એવા સમીમબેન મનસુરીએ સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કરતાં અવિશ્વાસ દરખાસ્ત લાવી સરપંચના હોદ્દા પરથી દૂર કરાયાની વાત પણ ઘટના બાદ ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન કોઈ દિવસ આવો વિવાદ થયો ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો