દ્વારકા / બાળકો વચ્ચે ઝગડો થતા બે પરિવારો વચ્ચે બોલાચાલી, દંપતિને ઢોરમાર મારી જાનથી મારવાની ધમકી આપી

લોખંડની પાઇપ વડે દંપતિને માર મારવામાં આવ્યો

  • દંપતિએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 09:08 PM IST
દ્વારકાઃ બાળકો વચ્ચે ઝગડો થતા બે પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી અને એક દંપતિને ઢોરમાર મારવામાં આવ્યો છે અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. રમેશભાઈ નામના વ્યક્તિ અને તેમના પત્ની સમજુબેનને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો છે. ત્યારે આ મામલે દંપતિએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ કલ્યાણપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી