તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખનીજ ચોરી:શહેરા ખાણ ખનીજ વિભાગે સફેદ પથ્થરનો પાઉડર ભરેલી ટ્રક ઝડપી

શહેરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાસ પરમિટ વગરની ટ્રક મોડાસાથી હાલોલ જતી હતી

શહેરામા ખનીજ વિભાગે ખનીજ ચોરો સામે લાલ આંખ કરી હતી.મોડાસાથી રોયલ્ટી પાસ વગર સફેદ સ્ટોન પાવડર ભરીને હાલોલ તરફ જતી એલ પી ટ્રક ને ઝોઝ પાટીયા પાસે ખનીજ વિભાગે પકડી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી. ખનીજ વિભાગે એલપી ટ્રક અને સફેદ સ્ટોન પાવડર મળીને કુલ રૂા.5 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. શહેરામાં સફેદ પથ્થરના ગેરકાયદેસરના ખનનમા સ્થાનિક ખનન માફીઆ સક્રિય થયેલા છે. તેઓ દ્વારા રાત્રીના સમયે સફેદ પથ્થરના કાળા કારોબારને અંજામ આપવામાં આવે છે તેઓની કાર્યપદ્ધતિ એટલી વ્યવસ્થિત છે કે ખાન ખનિજ વિભાગના આધિકારીથી લઈ શહેરા મામલતદાર અને પ્રાંતની દરેક હિલચાલ પર તેઓની બાઝ નજર રહેતી હોય છે.

શનિવારના રોજ ખાણખનીજ વિભાગના બ્રિજેશ વસાનીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટ્રકમાં સફેદ રંગનો સોફ્ટ સ્ટોન પાઉડર ભરી મોડાસા થી નીકળી હાલોલ ખાલી કરવા જઈ રહ્યો છે ત્યારે સાંજ ના લગભગ 4 કલાકની અાસપાસ આ ટ્રકને શહેરાથી દૂર ગોધરા હાઇવે પર આવેલા જોઝ ગામે આંતરી ચાલક પાસે આ સફેદ રંગના સોફ્ટ સ્ટોન અંગેની પાસ પરમીટ માંગતાં મળી આવેલી નહતી જેથી ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા ટ્રકને શહેરા મામલતદાર કચેરીએ લાવી તપાસ કરતા તેમાં ક્ષમતાથી વધુ પ્રમાણમાં પાઉડર નો જથ્થો જણાયો હતો હાલ અધિકારી દ્વારા રૂા. 5 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે લઇ કાર્યવાહી કરતા ખનીજ ચોરો માં ફફડાટ ફેલાઇ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો