તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્પર્ધા:શહેરના કપલે પૂર્ણ કરી હન્ડ્રેડ ડેયઝ ઓફ રનિંગ ચેલેન્જ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2015થી હન્ડ્રેડ ડેયઝ ઓફ રનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ સ્તરે વર્ચ્યુઅલ રનિંગ સ્પર્ધા યોજાઇ રહી છે. જેમા સ્પર્ધકોએ પોતાના ગામ અથવા શહેરમાં સળંગ 100 દિવસ દોડીને તેનો રેકોર્ડ ઓનલાઇન રજિસ્ટર કરાવવાનો હોય છે. આ વર્ષે જુલાઇથી આ રનિંગ ચેલેન્જ શરૂ થઇ હતી. જેમા ભાગ લેનાર રનર્સે દરરોજે ઓછામાં ઓછુ 2 કિમી દોડવાનું હતું. વિશ્વભરમાંથી 11650 સ્પર્ધકોએ ભાગ લિધો હતો. શહેરના ફિટનેસ ફ્રિક કપલ ક્રિષનગોપાલ માલુ અને પાયલ માલુએ ચેલેન્જમાં ભાગ લિધો હતો અને ક્રિષનગોપાલએ વિશ્વભરમાં 160મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો જ્યારે પાયલે વિશ્વભરમાં 89મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. ક્રિષનગોપાલે જણાવ્યું હતું કે, આ ચેલેન્જમાં ભાગ લેવાનું મારુ બીજુ વર્ષ છે.

100 દિવસની ચેલેન્જમાં હું કુલ 1776 કિમી દોડ્યો અને ચાલ્યો છું. આ ઉપરાંત એકસાથે 10 કિમીની દોડ 67 વાર પુરી કરી છે. વડોદરામાં 161 લોકોએ ભાગ લીધો હતો જે પૈકી મે ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાં 665 સ્પર્ધકો પૈકી મે 12મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.પાયલે જણાવ્યું હતું કે, ક્રિષનની દોડવાની નિયમીતતાના કારણે મને પણ પ્રેરણા મળી અને આ વર્ષે મેં પણ તેની સાથે આ ચેલેન્જમાં ભાગ લીધો. 100 દિવસની ચેલેન્જમાં હું કુલ 1277 કિમી દોડી અને ચાલી છું. આ ઉપરાંત એકસાથે 10 કિમીની દોડ 61 વાર પુરી કરી છે. વડોદરામાં 61 લોકોએ ભાગ લીધો હતો જે પૈકી મે ત્રિજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાં 193 સ્પર્ધકો પૈકી મે 5મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રનિંગથી ફિટનેસ સારી રીતે જળવાય છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો