ઇડર / છાત્રાઓને સોટીથી મારવાના મુદ્દે  ન્યાયિક કાર્યવાહીની મંડળની ગોળ ગોળ બાંહેધરી

Circle of Judicial Proceedings Guaranteed for Stabbing Students

  • કડીયાદરામાં છાત્રાઓને મારવા મુદ્દે મંડળે આચાર્યનો લેખિત જવાબ માંગ્યો

Divyabhaskar.com

Nov 25, 2019, 08:41 AM IST
હિંમતનગરઃ ઇડર તાલુકાના કડીયાદરામાં શિક્ષકે છાત્રાઓને સોટી મારવાના મામલે વાલીઓ અને આચાર્ય સાથે કેળવણી મંડળે રવિવારે બેઠક યોજ્યા બાદ શનિવારના કૃત્યનો આચાર્ય પાસે લેખિત જવાબ માંગ્યો છે અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણને કોઈ અસર ન થવા સહિત ન્યાયિક કાર્યવાહીની ગોળગોળ બાંહેધરી આપી છે.
ઇડર તાલુકાના કડિયાદરા કેળવણી મંડળ સંચાલિત સી.કે. અજમેરા તાલુકા શાળાના આચાર્યએ છાત્રાઓને સોટીથી માર માર્યાની ઘટના બાદ વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ આચાર્ય સેંધાભાઈ રબારી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે મંડળને લેખિત ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને કેળવણી મંડળ દ્વારા રવિવારે વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને આચાર્ય સાથે બેઠક યોજી વિગતો મેળવાઇ હતી. વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શાળાના મંડળે આચાર્ય પાસે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન થાય તે માટે બાંહેધરી માગી છે.
શાળાના મંડળે ન્યાયિક કાર્યવાહીની ગોળ ગોળ બાંહેધરી આપી: વાલી
કેળવણી મંડળ સાથે બેઠક યોજી હતી.બાળકોએ પણ સમસ્યા જણાવી હતી કાયદામાં ક્યાંય જોગવાઈ નથી બાળકોને મારવાની. બાળક ભૂલ કરે તો વાલીને જાણ કરવાની હોય,અમારી શિક્ષાની માંગ હતી મંડળે ન્યાયિક કાર્યવાહીની ગોળ ગોળ બાંહેધરી આપી છે - સુરેશભાઈ , વાલી
આચાર્યનો જવાબ આજે રજૂ થશે
વાલીઓ વિદ્યાર્થીનીઓ અને આચાર્ય સાથે મિટિંગ યોજી બધાની વાત સાંભળી છે આચાર્યનો લેખિત જવાબ સોમવારે રજૂ થશે ત્યારબાદ ઠરાવ વગેરેની પ્રક્રિયા પૂર્ણ કરી શિક્ષણ કચેરી ને જાણ કરી માર્ગદર્શને લેવાશે. વાલીઓને તેમના બાળકોના શિક્ષણને કોઈ અસર નહીં થાય તે બાબતે સંતુષ્ટ કરાયા છે. - મહેશભાઈ સુથાર, પ્રમુખ, કડિયાદરા કેળવણી મંડળ
X
Circle of Judicial Proceedings Guaranteed for Stabbing Students
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી