અવરોહણ સ્પર્ધા / ચોટીલાના છાત્રે માત્ર 8.05 મિનિટ, સણોસરાની છાત્રાએ 10.14 મિનિટમાં 553 પગથિયાં સર કર્યાં

Chotila's student completed only 8.05 minutes, Sonosara's student completed 553 steps in 10.14 minutes.

  • 122 સ્પર્ધકોએ દોડ લગાવી : પ્રથમ 10 સ્પર્ધકોને ગિરનાર આરોહણ-અવરોહણમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળશે
  • 14 CCTV કેમેરા સાથે એમ્બ્યુલન્સ વાન અને 3 મેડિકલ કેમ્પ : જિલ્લા રમત અધિકારી

Divyabhaskar.com

Jan 24, 2020, 08:35 AM IST
ચોટીલાઃ ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર પર ગુરુવારે જિલ્લા વહીવટી વિભાગ સુરેન્દ્રનગર અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રથમવાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 153 ભાઈ-બહેનોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 81 ભાઈઓ 41 બહેનો સહિત 122 સ્પર્ધકોએ ડુંગર સર કરવા માટે દોડ લગાવી હતી.
ચોટીલા ચામુંડા માતાજી ડુંગર તળેટીમાં 122 સ્પર્ધકોને સવારે 7.30 કલાકે ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવાયું હતું. જિલ્લા રમતગમત અધિકારી બળવતસિંહ ચૌહાણ, ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારી, મામલતદાર પ્રકાશભાઈ ગોઠી, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા રમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, મંદિરના મહંત પરિવારના અમૃતગીરીબાપુ સહિતના ભાજપના આગેવાનો તેમજ શહેરીજનોની ઉપસ્થિતિમાં 1 થી 10 સુધીના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ ચામુંડા માતાજીનો ફોટો આપીને સન્માનિત કરાયા હતા.
ભાગ લેનારા 81 ભાઇઓ પૈકીના 3
1.બાવડીયા જીતુ સિંધાભાઈ, ચોટીલા, 8 મિનિટ, 5 સેકેન્ડ
2.ખાવડીયા અક્ષય ભરતભાઈ, ભીમોરા, 8 મિનિટ, 7 સેકેન્ડ
3.વિશાલ વનરાજભાઈ કુકડીયા, ચોટીલા, 8 મિનિટ,41 સેકેન્ડ
ભાગ લેનારી 41 બહેનો પૈકીની 3
1.કટેસિયા પાયલ રમેશભાઈ(સણોસરા)10 મિનિટ 14 સેકેન્ડ
2.ધાડવી અસ્મિતા સંગ્રામભાઈ (વાંગધ્રા)10 મિનિટ 58 સેકેન્ડ
3.કટેસિયા મનીષા કમલેશભાઈ(સણોસરા)11 મિનિટ 10 સેકેન્ડ
વર્ષ 1975ની સ્પર્ધાના વિજેતા
અગાઉ 18-10-1975માં આવી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ નંબરે આવેલા હરજીવનભાઈ સોલંકીને ડો.ખારોલ દ્વારા રૂ.101 રોકડ એનાયત કરાયા હતાં.
ઉપયોગી સ્પર્ધા હતી
પ્રથમ ક્રમે આવનાર બાવડીયા જીતુભાઈએ જણાવ્યું કે આ સ્પર્ધા ખરેખર બહુ સારી હતી જેમાં સપર્ધકો માં રહેલી શક્તિનું પ્રદર્શન થવા માટે ઉપયોગી સ્પર્ધા હતી.
દરેકે આવી સ્પર્ધામાં ભાગ લેવો
પાયલે જણાવ્યું કે મહેનત કરવાથી દરેક ચીજ વસ્તુ હાંસલ થઈ શકે છે. અને શરીરને નિરોગી રાખવા માટે આવી સ્પર્ધામાં દરેકે ભાગ લેવો જોઈએ.
X
Chotila's student completed only 8.05 minutes, Sonosara's student completed 553 steps in 10.14 minutes.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી