તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીનના વૈજ્ઞાનિકોનો દાવો- કોરોનાથી પીડિત ગર્ભવતીથી તેના બાળકોમાં વાઈરસ નથી ફેલાતો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીનમાં કોરોના વાઈરસનો સામનો કરી રહેલ 4 ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
  • 3 નવજાત શિશુઓમાં વાઈરસની પુષ્ટિ નથી થઈ, ચોથાની માતાએ ટેસ્ટ કરવાની ના પાડી દીધી

દિવ્યશ્રી ડેસ્ક. કોરોના વાઈરસથી પીડિત ગર્ભવતીથી તેના બાળક સુધી વાઈરસ નથી પહોંચતો. આ જાણકારી ચીનના સંશોધકોએ આપી છે. ‘જર્નલ ફ્રન્ટીયર ઈન પીડિયાટ્રીક્સ’માં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં કોરોનાથી પીડિત ગર્ભવતી મહિલાઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. 

નિયોનેટલ યુનિટમાં રાખવામાં આવ્યા નવજાત
સંશોધકોના જણાવ્યા પ્રમાણે,  4 એવી ગર્ભવતિ મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું જે કોરોના વાઈરસથી પીડિત હતી પરંતુ તાજેતરમાં જન્મેલા તેમના નવજાતમાં વાઈરસ જોવા મળ્યો નથી. નવજાતને નિયોનેટલ યુનિટમાં રાખવામાં આવ્યા. તેમનામાં તાવ, ઉધરસ જેવા લક્ષ્ણો જોવા નથી મળ્યા. 4માંથી 3 બાળકોના ગળાના સેમ્પલ લેવામાં આવ્યા. તે જ સમયે ચોથા બાળકની માતાએ તેનો ટેસ્ટ કરવાની ના પાડી દીધી. 

શ્વાસની તકલીફ વાઈરસ સાથે જોડાયેલી નથી
ચારમાંથી એક નવજાતને શ્વાસ લેવામાં તકલીફ હોવાનું જાણવા મળ્યું, તેની સારવાર કોઈપણ સર્જરી વગર કરવામાં આવી. તે જ સમયે અન્ય, બીજા બાળકના શરીર પર રેશીશ જોવા મળ્યા જે થોડાક સમય બાદ આપમેળે મટી ગયા હતા. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નવજાતમાં આ લક્ષણો કોરોના વાઈરસથી સંબંધિત નથી. સંશોધનકર્તા ડો. યેલન લિયુના જણાવ્યા પ્રમાણે, રેશીશનું કારણ માતામાં કોરોના વાઈરસનું સંક્રમણ છે કે નહીં તેના વિશે આ સમયે કંઇ કહી શકાય નહીં. પરંતુ ચાર નવજાત સ્વસ્થ છે અને માતાઓ વાઈરસથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.

સિઝેરિયન ડિલિવરી સારો વિકલ્પ
સંશોધનકર્ચા ડો. યેલન લિયુના જણાવ્યા પ્રમાણે, નવજાતને સંક્રમણથી બચાવવા માટે સિઝેરિયન ડિલિવરી એક સારો વિકલ્પ હોઈ શકે છે. ચારમાંથી એક માતાની સામાન્ય ડિલિવરી થઈ છે કેમ કે તેને પ્રસવ પીડા સમય પહેલાં શરૂ થઈ ગઈ હતી, પરંતુ નવજાત સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી સંક્રમણના હિસાબથી કેટલી સુરક્ષીત છે તેના પર રસિર્ચ ચાલું છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નવજાતના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં નાળ,એમ્નીયોટિક ફ્લૂઈડ, નવજાતનું લોહી, ગેસ્ટ્રિક ફ્લૂઈડ સામેલ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો