રિસર્ચ / માતાની ઉદાસીનતા માટે પોતાને જવાબદાર ગણતાં બાળકો ભવિષ્યમાં ડિપ્રેશન અને લઘુતાગ્રંથિનો શિકાર બને તેવી શક્યતા વધુ

Children who blame themselves for their mother's depression are more likely to suffer from depression and myocardial infarction in the future

  • ન્યુયોર્કની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને ફેમિલી સાઈકોલોજી જર્નલના રિસર્ચમાં ખુલાસો
  • ડિપ્રેશનનો શિકાર માતાના સંતાનો પણ મનોરોગોનો ભોગ બની શકે છે
  • 20-20 સવાલ પૂછ્યા, 88 ટકા મહિલાઓમાં ડિપ્રેશનનાં લક્ષણ મળ્યાં

Divyabhaskar.com

Mar 13, 2020, 03:06 PM IST

દિવ્યશ્રી ડેસ્કઃ ભલે તે કહેતી નથી, એટલું જ નહીં તે પોતાની ચિંતાઓ પણ વ્યક્ત કરતી નથી પણ મને ખબર છે કે મારી માતા મારી ભૂલોને કારણે જ દુ:ખી, નિરાશ કે ડિપ્રેશનમાં છે. જે બાળકો પોતાની માતાની માનસિક સ્થિતિ અંગે આ પ્રકારના વિચાર ધરાવે છે કે મહેસૂસ કરે છે તે ભવિષ્યમાં ડિપ્રેશન કે ચિંતાનાં શિકાર થઇ શકે છે. આટલું જ નહીં, તેમનામાં બીજાની મદદ ન કરવા, નિષ્ફળતા અને ખુદને બીજાની તુલનાએ ઓછું આંકવાની ભાવના વધી શકે છે. આ ખુલાસો ન્યુયોર્કની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના રિસર્ચમાં થયો છે. આ રિસર્ચ ફેમિલી સાઈકોલોજી જર્નલમાં પ્રકાશિત કરાયું હતું.

રિસર્ચના મુખ્ય લેખક અને એસએમયુમાં સાઈકોલોજીના પ્રોફેસર ડૉ.ક્રિસ્ટિના કોરોસ કહે છે કે, જે બાળકો આ દોષને પોતાના પર લઈ લે છે તે નકારાત્મક વિચારોની તરફ ધસી જાય છે. એવામાં તેમને સકારાત્મક ઉપચાર અને દખલથી ફાયદો પહોંચાડી શકાય છે. જો કે, ડિપ્રેશનના ઉચ્ચ સ્તરે પહોંચેલી માતાઓએ આ જોખમનો સામનો કરવો પડી શકે છે કે તેમનાં બાળકો પણ ભવિષ્યમાં ડિપ્રેશન કે ચિંતાનો શિકાર થઈ જાય. રિસર્ચ દરમિયાન માતાઓને એ પણ આકલન કરવા કહેવાયું કે, શું તેમણે પોતાનાં બાળકોમાં નિરાશા અને ગભરાટનાં લક્ષણ અનુભવ્યાં હતાં? મોટાભાગની મહિલાઓએ ‘હા’ જવાબ આપ્યો. જ્યારે બાળકોને ચાર નાના નાના સર્વે પૂરા કરવા કહેવાયું હતું. ડૉ.કોરોસ કહે છે કે, જો બાળકો તેમની માતાઓના સંકેતોને સમજીને વ્યક્તિગતરૂપે જવાબદારી મહેસૂસ કરે છે તો તે પોતાની માતાની સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી શકે છે. બીજી બાજુ બાળકોમાં અસહયોગ, નિષ્ફળતા અને ખુદને બીજાથી ઓછાં આંકવાની ભાવના પણ પેદા થઈ શકે છે.

રિસર્ચ દરમિયાન 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને મહિલાઓને આશરે 20-20 સવાલ કરાયા હતા. તેમના જે જવાબ મળ્યા તેના વિશ્લેષણ પછી આશરે 88 ટકા મહિલાઓમાં ડિપ્રેશન અને ચિંતાનાં લક્ષણ દેખાયાં. તેમાંથી આશરે 12 ટકા મહિલાઓમાં તો ડિપ્રેશન જોખમી સ્તરે પહોંચી ગયું હતું. તેમને સવાલ કરાયા હતા કે શું કામ કરવામાં મન લાગે છે? તમે તમારી તમામ ઇચ્છાઓ ત્યજી દીધી છે? કોઈ ખાસ કામ કરવાની ઇચ્છા મરી ગઈ છે? તેમણે ફક્ત ‘હા’ કે ‘ના’માં જવાબ આપવાનો હતો.

X
Children who blame themselves for their mother's depression are more likely to suffer from depression and myocardial infarction in the future

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી