• Home
  • Lifestyle
  • Children up to 18 months should be allowed to cry a little, it increases their ability and they learn discipline.

રિસર્ચ / 18 મહિના સુધીનાં બાળકોને થોડી વાર રડવા દેવા જોઇએ, તેનાથી તેમની ક્ષમતા વધે છે અને તેઓ શિસ્ત શીખે છે

Children up to 18 months should be allowed to cry a little, it increases their ability and they learn discipline.

  • બ્રિટનની ‘વોર્વિક યુનિવર્સિટીએ બાળકોના રડવા પર રિસર્ચ કર્યું
  • રડતાં બાળકો પાસે તરત પહોંચી જવાથી તેમનું વર્તન બદલાઇ જાય છે: રિસર્ચ

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 12:32 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. શું તમે તમારા 3 મહિનાથી 18 મહિનાના બાળકને રડતું જોઇને તરત તેની પાસે પહોંચી જાવ છો કે તેને થોડી વાર રડવા દો છો? જો તમે તરત પહોંચી જતા હોવ તો તેનાથી બાળકના વિકાસ પર અસર થઇ શકે છે. આ ખુલાસો બ્રિટનની ‘વોર્વિક યુનિવર્સિટી’ના વૈજ્ઞાનિકોના તાજેતરના રિસર્ચમાં થયો છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ, નવજાતથી માંડીને દોઢ વર્ષ સુધીનાં બાળકોને થોડી વાર રડવા દેવામાં આવે તો તેમની શારીરિક-માનસિક ક્ષમતા મજબૂત થાય છે અને તેઓ ધીમે-ધીમે સ્વયંશિસ્ત પણ શીખી જાય છે. જોકે, બાળક રડતું હોય ત્યારે તેના પર નજર જરૂર રાખવી જોઇએ.


બાળકના રડવાની રીત, વર્તન અને તે દરમિયાન માતા-પિતાની પ્રતિક્રિયાના અભ્યાસ માટે સંશોધકોએ 3 મહિનાથી દોઢ વર્ષ સુધીનાં 7 હજારથી વધુ બાળકો અને તેમની માતાનો અભ્યાસ કર્યો. થોડા-થોડા સમયના અંતર બાદ તેમનું સતત મૂલ્યાંકન કરાયું કે બાળક રડે ત્યારે માતા-પિતા તરત દોડી જાય છે કે તેને થોડી વાર રડવા દે છે? આ પ્રયોગનું દર 3, 6 અને 18 મહિને મૂલ્યાંકન કરવામાં આવ્યું.

જે બાળકોને રડતા છોડી દેવાયાં તેઓ વધારે સક્રિય

એ પણ જોવામાં આવ્યું કે રડતી વખતે માતા-પિતાથી અલગતા અને ફરી ભેગા થતી વખતે બાળકોના વર્તનમાં કેટલો તફાવત જણાયો? અભ્યાસનાં પરિણામોથી પરથી જાણવા મળ્યું કે, જે બાળકોનાં માતા-પિતા તરત દોડી જતાં હતાં તેમનો વિકાસ ધીમો રહ્યો જ્યારે જે બાળકોને થોડી વાર રડવા દેવાયાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતા વિકસિત જોવા મળી. તેઓ અન્ય બાળકોથી ઘણા ચંચળ અને સક્રિય પણ જોવા મળ્યા હતા.

માતા-બાળકના વીડિયો બનાવ્યા, 20 વર્ષ જૂના પરિણામ બદલ્યાં
રિસર્ચ દરમિયાન બાળકોના ઉછેર, રડવાની જુદી-જુદી રીતો અને માતા-પિતાના વર્તનનો અભ્યાસ કરાયો. લીડ રિસર્ચર ડૉ. એયટન બિલગિને જણાવ્યું કે, અમે 3 મહિનાથી દોઢ વર્ષના બાળકોની 7 હજારથી વધુ માતાઓના વર્તનનો અભ્યાસ કર્યો. અમે એ જોયું કે તેઓ કેટલી સંવેદનશીલ છે અને બાળકો પર શું અસર થાય છે? સમગ્ર પ્રક્રિયાના વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો અને તેમનો અભ્યાસ પણ કરવામાં આવ્યો.

X
Children up to 18 months should be allowed to cry a little, it increases their ability and they learn discipline.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી