રિસર્ચ / ઍબ્નૉર્મલ હાર્ટ રિધમ્સથી પીડિત બાળકોમાં ડિપ્રેશન અને અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર થવાનું જોખમ રહે છે

Children suffering from Abnormal Heart Rhythms are at Risk of Depression and Attention Deficit Hyperactive Disorder

  • બાળકોમાં ડિપ્રેશન, એગ્ઝાઈટી અને અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવ ડિસઓડર થવાની સંભાવના વધી જાય છે
  • હતાશા, ચિંતા, અને એડીએચડી જેવી બીમારીઓ યુવાનોને શિકાર બનાવતી હોવાનું માનવામાં આવે છે
  • 20 ટકાથી વધુ બાળકોને એરિથમિયાસ, કોગ્નેન્ટલ હાર્ટ ડિસીઝ અને સિસ્ટિક ફાઈબ્રોસિસનું નિદાન થયું હતું 

Divyabhaskar.com

Nov 13, 2019, 01:59 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. જો નાનાં બાળકો અને કિશોરોના હૃદયના ધબકારા સંબંધિત કોઈ સમસ્યા અથવા હૃદય ગતિમાં અસમાનતા જેવી સમસ્યા થઈ રહી હોય તો તે માત્ર શારીરિક નહીં, પણ માનસિક બીમારીનો પણ સંકેત હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઍબ્નૉર્મલ હાર્ટ રિધમ (cardiac arrhythmias)બીમારી બાળકોમાં પોતાની સમાન ઉંમરનાં સામાન્ય બાળકો અથવા બાળપણમાં થતી બીમારીઓથી પીડિત બાળકોની તુલનામાં ડિપ્રેશન, એંગ્ઝાઈટી અને અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) એટલે કે ધ્યાનનો અભાવ અને વધારે સક્રિય જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે.


અત્યારે પ્રારંભિક સ્થિતિમાં આવા આંકડા આપતું રિસર્ચ અમેરિકાના ફિલાડેલ્ફિયાના ‘અમેરિકન હાર્ટ એસોસિએશન’ના વૈજ્ઞાનિક સત્ર 2019 નવેમ્બર 16-18માં પ્રકાશિત કરવામાં આવશે. જો કે, હતાશા, ચિંતા, અને એડીએચડી જેવી બીમારીઓ યુવાનોને શિકાર બનાવતી હોવાનું માનવામાં આવે છે. જેમાં હૃદય સંબંધિત કેટલાક રોગો જન્મથી જ થાય છે. રિસર્ચના મુખ્ય ઓથર કીલા એન લોપેઝના જણાવ્યા પ્રમાણે, આ ઉંમરનાં બાળકો અને કિશોરોની વચ્ચે હૃદય સંબંધિત બીમારી વિશે કરવામાં આવેલ આ પ્રથમ રિસર્ચ હોઈ શકે છે, જેમાં બાળકોમાં વિવિધ કાર્ડિએક એરિથમિયાસની સાથે જ એંગ્ઝાઈટી અને ડિપ્રેશન હોવાનું નિદાન થયું છે. લોપેઝ મેડિકલ ડિરેક્ટર ઓફ કાર્ડિયોલોજી ટ્રાન્સમિશન મેડિસિન એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ, ઈન પીડિયાટ્રિક કોર્ડિયોલોજીના પદ પર ટેક્સાસ ચિલ્ડ્ર્ન્સ હોસ્પિટલ બાયલર કોલેજ ઓફ મેડિસિનમાં કાર્યરત છે.

રિસર્ચના આધાર પર વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, 20 ટકાથી વધુ બાળકોને એરિથમિયાસ, કન્જેનિટલ હાર્ટ ડિસીઝ અને સિસ્ટિક ફાઈબ્રોસિસનું નિદાન થયું હતું અને તેમાં 5 ટકા બાળકોને સારવાર માટે ડિપ્રેશન અને એંગ્ઝાઈટીની દવાઓ પણ આપવામાં આવી, જ્યારે 3 ટકા બાળકોને સિકલ સેલ રોગની દવાઓ આપવામાં આવી હતી. આ રિસર્ચમાં એ વાત પણ સામે આવી હતી કે, જે બાળકોમાં કોઈ ક્રોનિક ડિસીઝ નહોતા તેમની સરખામણીમાં એરિથમિયાસવાળા બાળકોમાં એંગ્ઝાઈટી અથવા હતાશાની સારવારની સંભાવના નવ ગણી વઘારે છે અને ADHD માટે નિદાન અને સારવારની સંભાવના અંદાજે પાંચ ગણી વધારે હોઈ શકે છે.

રિસર્ચ સાથે સંકળાયેલા સંશોધકોના જણાવ્યા પ્રમાણે, એરિથમિયાસ હાર્ટ બીટની સાથે ઘણાં બાળકોને જન્મ સમયે હૃદયની બીમારી નથી હોતી અને તેઓ હતાશા અને ADHDથી વિશેષ રૂપથી પીડિત હોઈ શકે છે. આ બાળકોને સમયસર ઓળખવાની અને યોગ્ય સારવાર આપવાની જરૂર છે જેથી અમે તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકીએ.

X
Children suffering from Abnormal Heart Rhythms are at Risk of Depression and Attention Deficit Hyperactive Disorder
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી