રિસર્ચ / 1થી 5 વર્ષનાં બાળકો દિવસમાં 1 કલાકથી વધુ સમય મોબાઈલ અને ટીવી જોવામાં વિતાવે છે

Children 1 to 5 years spend more than 1 hour a day watching mobile and TV

  • કમ્પ્યુટર તેમજ ફોનના વધુ પડતા કે અનિયંત્રિત ઉપયોગથી બાળકો પર નકારાત્મક અસર પડે છે
  •  રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 87 ટકા બાળકો તેમની ઉંમરના હિસાબે ડિજિટલ મીડિયા પર વધુ સમય પસાર કરે છે
  • 1 વર્ષનું બાળક મોબાઈલ અથવા ટીવી જોવામાં દરરોજ ઓછામાં ઓછા 53 મિનિટ જેટલો સમય વિતાવે છે

Divyabhaskar.com

Dec 04, 2019, 02:27 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. આધુનિક ટેક્નોલોજીના સમયમાં બાળકો અને તેમનાં માતા-પિતા પણ મોબાઈલ અને ઇન્ટરનેટના એડિક્ટ થઇ ગયાં છે. નાનાં બાળકો ને ભણવાનું ન આવડે પણ ફોનનો ઉપયોગ કરતાં તો સારી રીતે આવડતું જ હોય. કમ્પ્યુટર તેમજ ફોનના વધુ પડતા કે અનિયંત્રિત ઉપયોગથી બાળકો પર નકારાત્મક અસર પડે છે. ડિજિટલ મીડિયા પર બાળકો કેટલો સમય વિતાવે છે તેના વિશે તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 87 ટકા બાળકો તેમની ઉંમરના હિસાબે ડિજિટલ મીડિયા પર વધુ સમય પસાર કરે છે.

અમેરિકાની જામા પીડિયાટ્રીકમાં પ્રાકાશિત કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, માત્ર 12 મહિના એટલે કે એક વર્ષનું બાળક મોબાઈલ અથવા ટીવી જોવામાં દરરોજ ઓછામાં ઓછા 53 મિનિટ જેટલો સમય વિતાવે છે. ઉંમર વધવાની સાથે સાથે 3 વર્ષની ઉંમર થતા બાળકનો આ સમય દિવસના 53 મિનિટથી વધીને 150 મિનિટ થઈ જાય છે. આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સમાં જણાવ્યા અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ ટીવી અથવા મોબાઈલ સ્ક્રીન પર બિલકુલ સમય પસાર કરવો જોઈએ નહીં. તે ઉપરાંત, જો 5 વર્ષથી ઓછી વયનાં બાળકો એક દિવસમાં 1 કલાકથી વધુ સમય મોબાઈલ સ્ક્રીન અથવા ટીવી જોવામાં વિતાવે છે, તો તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

આ વિશે અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સમાં જણાવ્યા મુજબ, 18 મહિનાથી ઓછી ઉંમરના બાળકોએ મોબાઈલ કે ટીવી જોવામાં બિલકુલ સમય પસાર કરવો જોઈએ નહીં. આ ઉંમર બાદ 18 થી 24 મહિનાનાં બાળકો મોબાઈલ અથવા ટીવી જોવા માટે થોડો સમય પસાર કરી શકે છે. માત્ર 2 થી 5 વર્ષની ઉંમરનાં બાળકો દિવસમાં 1 કલાક સુધી ટીવી અથવા મોબાઇલ સ્ક્રીન જોઈ શકે છે.

પરંતુ રિસર્ચના પરિણામના આધાર પર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 87 ટકા બાળકો, તેમની ઉંમરના હિસાબે નિયત સમયમર્યાદા કરતાં મોબાઈલ અને ટીવી જોવામાં વધુ સમય પસાર કરી રહ્યાં છે. ડિજિટલ મીડિયા પર પસાર કરવામાં આવતો આ સમય બાળકોમાં ટોડલર્સના સમયથી શરૂ થાય છે અને 7થી 8 વર્ષની ઉંમર સુધી આ સમય વધીને દરરોજ 90 થી દોઢ કલાક થઈ જાય છે . સંશોધકોએ રિસર્ચમાં જોયું કે, આ ઉંમરનાં બાળકો તેમના શિક્ષણ સાથે સંબંધિત વસ્તુઓ અને શાળા પ્રવૃત્તિઓ માટે મોટેભાગનો સમય ડિજિટલ મીડિયા પર વિતાવે છે.

X
Children 1 to 5 years spend more than 1 hour a day watching mobile and TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી