તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યાઃ 27 વર્ષથી તંબુમાં રહેલા રામલલ્લા બિરાજમાન 24 માર્ચથી ફાઈબરનું માળખું ધરાવતા મંદિરમાં રહેશે આ માટે એક અલગ માળખું બનાવાયું છે. ત્યારપછીના દિવસથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે શનિવારે કહ્યું કે ફાઈબરનું મંદિર દિલ્હીમાં બની રહ્યું છે. 6 ડિસેમ્બર 1992થી રામલલ્લાની મૂર્તિ તંબુમાં રાખવામાં આવી હતી.
મહારાષ્ટ્રના CM ઉદ્ધવે અયોધ્યા પહોંચ્યા, રૂ. 1 કરોડનું દાન આપ્યું
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી તરીકે 100 દિવસનો કાર્યકાળ પૂરો થવા નિમિત્તે તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેમણે મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવે સ્પષ્ટ કર્યું હતું કે મંદિર બનાવવું એ આપણા સૌની જવાબદારી છે. આ દાન રાજ્ય સરકાર તરફથી નહીં પણ તેમના ટ્રસ્ટ તરફથી અપાયું હોવાનું ઉદ્ધવે સ્પષ્ટ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શિવસેના ભાજપથી અલગ થઈ છે હિન્દુત્વથી નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCPના સમર્થનથી સરકારની રચના કરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેઓ અયોધ્યાની ત્રીજી વખત મુલાકાત લઈ રહ્યા છે. લોકસભા ચુંટણી અગાઉ અને બાદમાં ઉદ્ધવે અયોધ્યા પ્રવાસ કરી રામલલાના દર્શન કર્યા હતા. તેઓ સરયૂ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો પણ કોરોના વાઈરસને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
બે કલાક અયોધ્યામાં રહેશે, ટ્રેન મારફતે પહોંચી રહ્યા છે શિવસૈનિક
મુખ્યમંત્રી ઠાકરે શનિવારે બપોરે ખાસ વિમાનથી પરિવાર સાથે લખનઉ સ્થિત ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સડક માર્ગે અયોધ્યા ગયા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેનો બે કલાકનો કાર્યક્રમ છે. દરમિયાન વિશેષ ટ્રેન મારફતે આશરે અઢી હજાર શિવસૈનિક મુંબઈથી અયોધ્યા પહોંચ્યા છે.
અત્યાર સુધીમાં બે વખત અયોધ્યા આવી ચુક્યા છે ઉદ્ધવ
આ અગાઉ વર્ષ 2018માં લોકસભા ચૂંટણી અગાઉ અને બાદમાં જૂન 2019માં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સાંસદો સાથે અયોધ્યા ગયા હતા. તે સમયે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લાની માટી પણ તેમની સાથે લઈ ગયા હતા. શિવનેરી છત્રપતિ શિવાજી મહારાજનું જન્મસ્થળ છે. અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ઉદ્ધવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે (અયોધ્યા) એ એવી શક્તિ છે, જેનો હું અહેસાસ કરવા માંગુ છું. આ માટે હવે હુ વારંવાર ત્યાં જઈશ.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.