ભાસ્કર વિશેષ / જગન રેડ્ડીએ એન્કાઉન્ટરને વખાણી કહ્યું- મારે પણ બે પુત્રી છે, ફિલ્મમાં આવી ઘટનાને વધાવીએ છીએ ને વાસ્તવમાં વખોડીએ છીએ

વાય. એસ. જગન મોહન રેડ્ડીની ફાઇલ તસવીર.
વાય. એસ. જગન મોહન રેડ્ડીની ફાઇલ તસવીર.

  • દુષ્કર્મના દોષિતોને 21 દિવસમાં મૃત્યુદંડ આપવા આંધ્ર વિધાનસભામાં બિલ આવશે

Divyabhaskar.com

Dec 10, 2019, 06:02 AM IST
અમરાવતી: આંધ્રપ્રદેશ વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ હૈદરાબાદ એન્કાઉન્ટરનાં વખાણ કર્યા હતાં. 27 નવેમ્બરે ચાર હેવાનોએ વેટરનરી ડોક્ટર પ્રીતિ રેડ્ડી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. ત્યાર પછી તેમણે અર્ધબેભાન અવસ્થામાં પીડાતી ડૉ. પ્રીતિને પેટ્રોલ-ડીઝલ નાંખીને જીવતી જ સળગાવી દીધી હતી. આ ઘટનાને પગલે દુષ્કર્મની ઘટનાઓ વિરુદ્ધ દેશભરમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન છ ડિસેમ્બરે તેલંગાણા પોલીસે આ ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ ઘટનાના આક્રોશની ગૂંજ આંધ્રપ્રદેશ વિધાનસભામાં પણ સંભળાઈ હતી.
તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને પોલીસને હું સલામ કરું છું...
જગન રેડ્ડીએ કહ્યું કે, આવા લોકોના એન્કાઉન્ટરનાં વખાણ ફક્ત ફિલ્મો પૂરતા મર્યાદિત કેમ હોવા જોઈએ? હું પણ બે પુત્રીઓનો પિતા છું. વેટરનરી ડૉક્ટર સાથે ગેંગરેપ પછી હત્યાની ઘટનાએ મને હચમચાવી દીધો હતો. એક પિતા તરીકે આ ઘટનાને લઈને મારી પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? માતા-પિતાને થોડી રાહત આપવા આવો ઘૃણાસ્પદ ગુનો કરનારાને શું સજા આપવી જોઈએ? આ વિશે આપણે વિચારવું જોઈએ.
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને રાજ્ય પોલીસના અધિકારીઓને હું સલામ કરું છું. કેસીઆરએ બિલકુલ યોગ્ય કામ કર્યું છે. હું આ સાહસિક પગલા માટે તેલંગાણા સરકારનાં વખાણ કરું છું. રાષ્ટ્રીય માનવાધિકાર પંચની હું ટીકા કરું છું. જો ફિલ્મનો હીરો આ રીતે એન્કાઉન્ટર કરે છે તો આપણે તાળીઓ પાડીએ છીએ. આપણે કહીએ છીએ કે ફિલ્મ બહુ સારી હતી. જો હકીકતમાં કોઈ આ પ્રકારનું સાહસિક કામ કરે છે, તો દિલ્હીથી માનવાધિકાર પંચના નામે કેટલાક લોકો આવીને ટીકા કરવા લાગે છે. તેઓ કહે છે કે, આ ખોટું છે. આવું કેમ કર્યું? એન્કાઉન્ટર નહોતું કરવા જેવું. આ પ્રકારના કેસમાં ઝડપી સુનાવણી માટે કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે.
આથી જ હું બળાત્કારના કેસમાં ઝડપી સુનાવણી માટે વિધાનસભામાં એક બિલ રજૂ કરવા જઈ રહ્યો છું. આ બિલમાં બળાત્કારના દોષિતોને 21 દિવસમાં મૃત્યુદંડનો પ્રસ્તાવ કરાયો છે. આવી કડક જોગવાઈ હોય તો જ સમાજમાં દાખલો બેસશે અને પોલીસને પણ આવું પગલું ભરવાની ફરજ પડશે નહીં. કડક કાયદા હોવાની સાથે તેનો કડકાઈથી અમલ થાય તે જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે.
X
વાય. એસ. જગન મોહન રેડ્ડીની ફાઇલ તસવીર.વાય. એસ. જગન મોહન રેડ્ડીની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી