ભુજ / તપાસ ટીમ સામે જ ચેરિયાનું નિકંદન

Cheri's removal against the investigating team

  • NGT સમક્ષ ધા નાખનારા ઊંટ ઉછેરક માલધારી સંગઠનો ચોંકાવનારો આક્ષેપ
  • વોંધના ક્રીક વિસ્તારમાં ઉચ્ચસ્તરીય ટીમે ચકાસણી કરી, આજે પણ જારી રહેશે

Divyabhaskar.com

Dec 11, 2019, 11:16 AM IST
ભુજ/ભચાઉ/ગાંધીધામઃ ભચાઉ તાલુકાના વોંધ વિસ્તારની આસપાસ દીન દયાલ પોર્ટ હસ્તકની સમુદ્રી જમીનમાં નમક પકવવાના નામે ચેરિયાનો સોથ વાળવામાં આવતો હોવાના મામલે ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ચલાવાયેલી લડતના પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના આદેશથી મંગળવારે ઉચ્ચસ્તરીય ટીમ સ્થળ નીરિક્ષણ કરવા ધસી આવી હતી. આ ટુકડીની નજર સામે જ ચેરિયાનું નિકંદન કાઢવામા આવ્યું હોવાનો આક્ષેપ આ ટુકડીની સાથે રહેલા લડત ચલાવતી સંસ્થાના સભ્યોએ કર્યો હતો.
કંડલાની ખાડીથી લઇને ભચાઉ તાલુકાના ચીરઇ, વોંધ, જંગી અને છેક સુરજબારી સુધી મીઠું પકવવાના નામે દરિયાઇ ઘાસ એવા ચેરિયાનું નિકંદન થઇ રહ્યું છે તેવી લાંબા સમયથી થઇ રહેલી ફરિયાદને પગલે મંગળવારે ગાંધીનગરથી ખાસ ટીમ આવી પહોંચી હતી અને નાની-મોટી ચીરઇ સામેની ડીપીટી હસ્તક જેની માલિકી છે તે ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. દરમિયાન આ ટુકડીને ગેરમાર્ગે દોરવા ઉપરછલ્લી રીતે અમુક જ વિસ્તાર દર્શાવાયો હતો તેમજ તેમની મુલાકાત વેળાએ જ સ્થળ પર ચેરિયાનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કરવામાં આવતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, તેમને છેલ્લી ઘડીએ આ ટીમની સાથે જોડાવાનું જણાવાયું હતું.
દરમિયાન આ ટીમની સાથે રહેલા ભચાઉના મામલતદાર કે. જી. વાછાણીએ જણાવ્યું હતું કે, તપાસ કરતાં દરિયાઇ પાણી આપવાનું બંધ કરાતાં એક તરફના ચેરિયા સૂકાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગના અધિકારીઓ તેમજ ભચાઉના પ્રાંત અધિકારી જાડેજા જોડાયા હતા. આજે બુધવારે જંગી અને બેટિયા પીર પાછળના વિસ્તારમાં ઉચ્ચસ્તરીય ટુકડી દ્વારા તપાસ આગળ ધપાવાશે જેમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠનના સભ્યો પણ જોડાશે.
જેટલા ચેરિયાનો નાશ કરાયો, તેટલા ફરી ઉછેરો
સંગઠને કરેલા દાવા મુજબ તેમની લડતને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે એક માસ પહેલાં આપેલા ચુકાદામાં અત્યાર સુધી જેટલા ચેરિયાનો નાશ કરાયો છે તેટલા જ ફરી ઉછેરવાનો આદેશ અપાયો હતો. આ માટે સંબંધિતોને એક મહિનાની મુદ્દત અપાઇ હતી જે વીતી ગઇ હોવા છતાં આ દિશામાં સકમારાત્મક કાર્યવાહી કરવાના બદલે મીઠું પકવવા માટે હજુ પણ ચેરિયાનો સોથ વાળવામાં આવી રહ્યો છે.
જવાબદારી નક્કી કરવા રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે
જે જમીન પર ચેરીયાનું નિકંદન થઈ રહ્યું છે તે ખરેખર કોની માલીકીની જમીન છે, તેને લઈને અસમજંસની સ્થિતી રહેલી હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ. તે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની છે કે રાજય સરકાર હસ્તકની તે આ તપાસ બાદ બહાર આવી શકસે, તેમજ આ સ્થળ નિરીક્ષણની પ્રક્રિયામાં જીપીસીબી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે ડીપીટી પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક સાધતા તેમણે આ અંગે હામી ભરી હતી.
X
Cheri's removal against the investigating team

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી