વિવાદ / ફિલ્મ 'બાલા'ની વાર્તાના વિવાદમાં પોલીસે આયુષ્માન ખુરાનાને સમન મોકલ્યું

Cheating case on Ayushmann Khurrana, assistant director complained

divyabhaskar.com

Jun 03, 2019, 03:50 PM IST

મુંબઈઃ 'બાલા' ફિલ્મની વાર્તા ચોરવાના આરોપોનો સામનો કરતા એક્ટર આયુષ્માન ખુરાનાને પોલીસે સમન પાઠવીને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું છે. મુંબઈ નજીક કાશી-મીરા પોલીસે આ સમન પાઠવ્યું છે. પોલીસે પાઠવેલા સમનમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જો આયુષ્માન ખુરાના પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થાય તો આ મામલે તેને આરોપી માનીને તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના મતે, પોલીસે વારંવાર ફોન તથા મેસેજ કર્યાં હતાં પરંતુ આયુષ્માન ખુરાનાએ કોઈ જવાબ આપ્યો નહોતો. આથી જ પોલીસે સમન પાઠવીને આ મામલે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

10 જૂને સુનાવણી
અત્યારે કાનપુરમાં શૂટ થઇ રહેલી આયુષ્યમાન ખુરાનાની આગામી ફિલ્મ 'બાલા'ના મેકર્સ પર વાર્તાની ચોરીનો આરોપ છે. હવે આ મામલે મેકર્સ સાથે આયુષ્યમાનની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. ફિલ્મ 'વિગ'ના રાઇટર કમલ ચંદ્રાએ ગત દિવસોમાં તેની પર આઇપીસી અને આઇપીઆરની કલમો હેઠળ ચીટિંગ અને ક્રિમિનલ બીચ ઓફ ટ્રસ્ટ તોડવાની કમ્પ્લેન ફાઈલ કરી હતી. આ મામલે તેની પર આરોપો સાબિત થયા તો ફ્રોડ અને સેક્શન 420 હેઠળ સજા થઇ શકે છે. આ મામલે છેલ્લા ઘણા મહિનાઓથી મુંબઈ હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કમલ ચંદ્રાએ કોર્ટમાં 'બાલા'ના શૂટિંગ પર અચોક્કસ મુદત માટે પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી હતી. 10મી જૂને આગામી સુનાવણી થશે.

10 જૂનથી કશું નહીં કહે આયુષ્યમાનની ટીમ
બીજી તરફ 'બાલા'ના મેકર્સ શૂટિંગમાં વ્યસ્ત છે. આ નવા ઘટનાક્રમ પર આયુષ્યમાનની લીગલ ટીમનું કહેવું છે કે, મામલો કોર્ટમાં છે અને સુનાવણીની આગામી તારીખ 10 જૂન છે અને એટલે જ અમે કોઈ કમેન્ટ કરી રહ્યાં નથી. અમારી પટકથા ઓરિજનલ છે અને મામલો સામે આવતા અમે કોર્ટને બતાવીશું.'

ન્યાય પર ભરોસો
કમલ કહે છે, 'અમને ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ ભરોસો છે. હવે પોલીસની મદદ પણ લઈશું. એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છીએ, જેમાં અમે મીડિયાની સામે મેકર્સને એક્સપોઝ કરીશું. અમારી પાસે તેમની વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે.'

X
Cheating case on Ayushmann Khurrana, assistant director complained

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી