વિશેષ તિથિ / નવેમ્બરમાં આવશે દેવઉઠની અગિયારસ, તુલસી વિવાહ અને પૂનમ, ચાતુર્માસ પૂર્ણ થશે

Chaturmas will be completed in November

 • નવેમ્બરમાં કઇ તિથિએ ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે?

Divyabhaskar.com

Nov 01, 2019, 09:04 AM IST

ધર્મ ડેસ્કઃ 2019નો 11મો મહિનો નવેમ્બર શરૂ થઇ ગયો છે. આ મહિનામાં અનેક વિશેષ તિથિઓ આવશે. હિન્દુ પંચાંગ પ્રમાણે નવેમ્બરમાં કારતક મહિનો શરૂ થઇ ગયો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો કઇ તિથિએ કયા શુભ કામ કરી શકાય છે.

 • શનિવાર, 2 નવેમ્બરે છઠ્ઠ પર્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને સૂર્યની વિશેષ પૂજા કરવાની પ્રાચીન પરંપરા છે.
 • મંગળવાર, 5 નવેમ્બરે અક્ષય નોમ છે. તેને આમળા નોમ પણ કહેવામાં આવે છે. આ તિથિએ પાણીમાં આમળાનો રસ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આમળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ.
 • શુક્રવાર, 8 નવેમ્બરે દેવઉઠની અગિયારસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ વિશ્રામથી જાગીને સૃષ્ટિનું સંચાનલ સંભાળશે. દેવઉઠની અગિયારસથી બધા માંગલિક કાર્યો શરૂ થઇ જશે. આ દિવસે તુલસી વિવાહ કરવાની પરંપરા છે, તુલસીની પૂજા કરવી જોઇએ.
 • શનિવારે, 9 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થઇ જશે.
 • મંગળવાર, 12 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ છે. આ દિવસે નદીમાં સ્નાન અને દીપદાન કરવાની પરંપરા છે.
 • શુક્રવાર, 15 નવેમ્બરે ગણેશ ચોથનું વ્રત રહેશે. આ તિથિએ ગણેશજી માટે વિશેષ વ્રત કરવામાં આવે છે.
 • મંગળવાર, 19 નવેમ્બરે કાળભૈરવ અષ્ટમી છે. આ દિવસે કાળભૈરવ માટે વિશેષ પૂજા-પાઠ કરવામાં આવે છે.
 • શુક્રવાર, 22 નવેમ્બરે ઉત્પન્ના અગિયારસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. અગિયારસે વિષ્ણુજીના અવતારોની પૂજા કરવાની પરંપરા છે.
 • મંગળવાર, 26 નવેમ્બરે અમાસ તિથિ છે. આ દિવસે પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે.
 • શનિવાર, 30 નવેમ્બરે વિનાયક ચોથ છે. આ દિવસે ગણેશજી માટે પૂજા-પાઠ કરવા જોઇએ.
X
Chaturmas will be completed in November

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી