વિવાદ / તેજસની હોસ્ટેસની કાઠિયાવાડી પાઘડી જ નહીં જેકેટ પણ બદલો

તેજસ એક્સપ્રેસમાં કામ કરતી મહિલા હોસ્ટેસ - ફાઇલ તસવીર
તેજસ એક્સપ્રેસમાં કામ કરતી મહિલા હોસ્ટેસ - ફાઇલ તસવીર

  • હોસ્ટેસના ડ્રેસમાં મરાઠી ઝલક ન હોવાથી મનસે-શિવસેના ખફા

Divyabhaskar.com

Jan 19, 2020, 04:11 AM IST

મુંબઈઃ તેજસ ટ્રેનની હોસ્ટેસે પહેરેલી કાઠિયાવાડી પાઘડીનો વિવાદ સમ્યાના બીજા દિવસે તેની જેકેટને લઈને ફરી વિવાદ થયો છે. મનસેનું કહેવું છે કે માત્ર પાઘડી બદલવી પૂરતી નથી. કપડામાં પણ મરાઠી ઝલક દેખાવી જોઈએ. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પણ કહ્યું કે મરાઠી અસ્મિતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં.

મરાઠી અસ્મિતાનું પણ સન્માન હોવું જોઈએઃ મનસે
મનસેના મુંબઈ સચિવ સંદીપ દેશપાંડેએ જણાવ્યું કે ટ્રેન હોસ્ટેસના કપડામાં સંપૂર્ણ રીતે ગુજરાતી કાઠિયાવાડી સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું છે. ગુજરાતી સંસ્કૃતિનો વિરોધ નથી પણ મરાઠી અસ્મિતાનું સન્માન થવું જોઈએ.

મરાઠી સંસ્કૃતિ દેખાવી જરૂરીઃ શિવસેના
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ટ્રેન અમદાવાદથી મુંબઈ આવી રહી છે તો તેમાં માત્ર એક રાજ્યની સંસ્કૃતિ કેમ દર્શાવાઈ? તેજસ ટ્રેનમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને અસ્મિતા પણ દેખાવી જોઈએ.

X
તેજસ એક્સપ્રેસમાં કામ કરતી મહિલા હોસ્ટેસ - ફાઇલ તસવીરતેજસ એક્સપ્રેસમાં કામ કરતી મહિલા હોસ્ટેસ - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી