વડોદરા / IIITનાં ચેરપર્સન પદેથી ચંદા કોચરનું રાજીનામું

ચંદા કોચર - ફાઇલ તસવીર
ચંદા કોચર - ફાઇલ તસવીર

  • મની લોન્ડરિંગની તપાસને પગલે પદ છોડ્યું

Divyabhaskar.com

Jan 25, 2020, 04:50 AM IST
વડોદરાઃ વડોદરા પાસે આવેલી પાર્લામેન્ટ્રી એક્ટ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી(આઇ.આઇ.આઇ.ટી)ની સ્થાપના કરાઇ છે. સંસ્થાનાં ચેરપર્સન તરીકે વર્ષ 2016 માં આઇ.સી.આઇ.સી.આઇ બેંકનાં પૂર્વ એમ.ડી ચંદા કોચરને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ચંદા કોચર અને તેમના પતિ સાથે મની લોન્ડરિંગ મામલે ઇ.ડી દ્વારા તેના પતિની મુંબઇ સ્થિત સંપત્તિ ટાંચમાં લીધા બાદ ચંદા કોચરે આઇ.આઇ.આઇ.ટી. વડોદરાનાં ચેરપર્સનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આઇ.આઇ.આઇ.ટી. વડોદરા સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 18 આઇ.આઇ.આઇ ટી અંતર્ગત કરાઇ હતી. જેને પીપીપી ધોરણે ભંડોળ ભેગું કરીને તૈયાર કરાઈ હતી. આઇ.આઇ.આઇ.ટી. વડોદરાના વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે તેમનો અભ્યાસ આગળ ધપાવી રહ્યા છે. વડોદરામાં આઇ.આઇ.આઇ.ટી.ના નિર્માણ માટે જગ્યાની ફાળવણી સહિતની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઇ છે.
X
ચંદા કોચર - ફાઇલ તસવીરચંદા કોચર - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી