તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પિસ્તાકાંડમાં પલાયન પાંચ પોલીસ કર્મીને શોધવા ચક્રો ગતિમાન કરાયા

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટનો માલ ખેડોઇ પાસે સગેવગે કરાતો હતો ત્યારે આરોપીઓ સાથે ‘વાટાઘાટ’ કરી લીધી હતી

અંજાર નજીક મેઘપર બોરીચી પાસે ટ્રક ચાલકને બંધક બનાવી 1.44 કરોડની દિલધડક પિસ્તા લૂંટના બનાવમાં ઘરનો ભેદી લંકા ઢાયે જેવી ભૂમિકા ભજવી બેદરકારી દાખવનાર સ્થાનિક પોલીસ મથકના પાંચ પોલીસ કર્મીઓને જ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ બાબતે ડીવાયએસપી ડી.એસ.વાઘેલાએ જણાવ્યા મુજબ, જ્યારે આ લૂંટના બનાવમાં આરોપીઓ લૂંટ કરેલો પિસ્તાનો જથ્થો લઇને ખેડોઇના ચાંપલ માતાજીના મંદિર પાસે એક ટ્રકમાંથી બીજી ટ્રકમાં માલ સગેવગે કરી રહ્યા હતા ત્યારે જ એક બાતમીદાર દ્વારા અંજાર પોલીસ મથકના કર્મીને જાણ કરાતાં વિશ્વજિતસિંહ જાડેજા, અનિલ ચૌધરી, દિલીપ ચૌધરી, જયુભા જાડેજા અને વનરાજસિંહ દેવલ ત્યાં પહોંચી ગયા હતા જ્યાં આ પાંચે પોલીસકર્મીઓએ લૂંટ અટકાવી દેવાને બદલે આરોપીઓ સાથે વાટાઘાટ કરી સેટિંગ બેસાડ્યું હતું અને આ રીતે લૂંટને અંજામ આપી દેવાયો હતો. હાલ આ પાંચે પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પીએસઆઇ જી.કે.વહુનિયાએ જણાવ્યું હતું કે બાકીના આરોપીઓ સાથે પિસ્તાકાંડમાં પલાયન થઇ ગયેલા પાંચ પોલીસ કર્મીઓને પણ પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પિસ્તાકાંડમાં સ્થાનિક પોલીસ મથકના આ પાંચ કર્મીઓએ ઘર કા ભેદી લંકા ઢાયે સૂત્રને સાર્થક કર્યું છે. આ પાંચે પોલીસ કર્મીઓની બેદરકારી એટલે હદ સુધી સામે આવી છે કે, મોટી લૂંટનો બનાવ હોવા છતાં આરોપીઓ સાથે સેટિંગ બેસાડી પોલીસ મથકે એફઆઇઆર નોંધાય છે તેમ છતાં પણ તેમણે મોઢું ખોલ્યું ન હતું. જો ત્યારે પણ સાચી હકીકત જણાવી હોત તો લૂંટનો બનાવ ત્યારે જ ઉકેલાઇ જાત, પણ પકડવા વાળા જ જો આરોપીઓને સાથ આપતા હોય ત્યા઼ આશા પણ શું રાખી શકાય?

24 કલાક થયા પણ હજુ સસ્પેન્ડ ન કરાયા !
સામાન્ય બનાવોમાં પોલીસ કર્મચારી સામે ફરજ મોકુફીના પગલા તરત ભરાતા હોય છે,ત્યારે આ ચકચારી બનાવમાં પોલીસની ભુંડી ભુમિકા સામે આવી તેને 24 કલાક થયા પણ હજુ સસ્પેન્શનના પગલા ભરાયા નથી. આ મુદ્દે એસપી મયુર પાટિલનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આનો નિર્ણય આવતી કાલે લેશુ તેવી વાત કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો