• Home
  • Business
  • CG Power oustes Gautam Thapar from the post of chairman, pressure was on after scandal was revealed

કાર્યવાહી / સીજી પાવરે ગૌતમ થાપરને ચેરમેન પદ પરથી હટાવ્યા, કૌભાંડનો ખુલાસો થયા બાદ હતું દબાણ

CG Power oustes Gautam Thapar from the post of chairman, pressure was on after scandal was revealed

  • સીજી પાવરે થોડા દિવસો પહેલા જણાવ્યુ- કેટલાક હાલના અને પૂર્વ અધિકારીઓએ કરોડોનો કૌભાંડ કર્યુ 
  • ​​​​​​​શેરહોલ્ડર્સ થાપરને હટાવવામાં આવે તેમ ઈચ્છતા હતા

Divyabhaskar.com

Aug 29, 2019, 12:44 PM IST

મુંબઈઃ પાવર ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સે ગૌતમ થાપરને ચેરમેન પદ પરથી હટાવ્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટે ગુરૂવારે આ નિર્ણય કર્યો છે, જે તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો છે. કંપનીએ થોડા દિવસો અગાઉ જ કરોડો રૂપિયાના ગોટાળાની માહિતી આપી હતી. જોકે કંપનીએ કોઈનું નામ લીધું ન હતું. પરંતુ શેરહોલ્ડર્સ અને લેન્ડર્સ થાપરને હટાવવાની માંગણી કરી રહ્યાં હતા.

કૌભાંડમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સામેલ

  • સીજી પાવરે બોર્ડ દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે 20 ઓગસ્ટે જણાવ્યું હતું કે કંપનીએ કેટલાક નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત કંપનીના કેટલાક હાલના અને પૂર્વ લોકોએ લોનની રકમમાં હેરફેર કરી હતી. કેટલાક રિલેટેડ અને અનરિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ સાથે જોડાયેલી માહિતી પણ છુપાવવામાં આવી હતી.
  • કંપનીના બોર્ડે 1 મેએ સીઈઓ અને એમડી કેએન નીલકંઠને રજા પર મોકલી દીધા હતા. કેટલાક શંકાસ્પદ લેવડદેવડના મામલામાં તેમની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ થાપર ચેરમેન પદ પર હતા.
  • થાપરની પાસે કંપનીના 62.6 કરોડમાંથી માત્ર 8,574 શેર જ છે. તેમના મોટાભાગના શેર છેલ્લા થોડા વર્ષોમાં લેન્ડર્સે વેચી દીધા હતા. થાપરે શેરને ગીરવે મૂકીને લોન લીધી હતી.
X
CG Power oustes Gautam Thapar from the post of chairman, pressure was on after scandal was revealed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી