તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રિય ટીમની સૂચના:ઊંઝા સહિત જિલ્લામાં ટેસ્ટિંગ વધારવા કેન્દ્રિય ટીમની સૂચના, દિવાળી પછી કોરોનાના કેસો વધતાં કેન્દ્રીય ટીમ મહેસાણા પહોંચી

મહેસાણા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ હોસ્પિટલ, કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લઇ જાત માહિતી મેળવી

સુરત-રાજકોટમાં રોજના 100થી વધુ કેસ આવતા હોવા છતાં કેન્દ્રની ટીમ રવિવારે રોજના 40 કેસવાળા મહેસાણા પહોંચી હતી, જે મુદ્દો આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જિલ્લામાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધતાં મહેસાણાની મુલાકાતે પહોંચેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે ખાસ કરીને ઊંઝામાં વધતા કેસોને નિયંત્રણમાં લાવવા લેવાયેલા પગલાંની જાણકારી મેળવી કોરોના ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા સૂચન કર્યું હતું.

સર્કિટ હાઉસમાં મળેલી બેઠકમાં ડો.પી.કે સિંઘ, ડો. એસ.કે. જૈન અને ડો. કૌશિકે કોન્ટેક્ટ સર્વેલન્સ, ટેસ્ટિંગ, આઇઇસી એક્ટીવીટી, ધન્વંતરી રથ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીની માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રિય ટીમે ઊંઝા એરિયામાં કોરોના સંક્રમણની સ્થિતિ, નિયંત્રણ માટે પગલાં, ટેસ્ટિંગ અને દર્દી માટે બેડની વ્યવસ્થાનો તાગ મેળવી ટેસ્ટિંગ વધારવા તેમજ કોવિડ લક્ષણો વધે છે એવા દર્દીને ત્વરીત હોસ્પિટલાઇઝ કરવા સૂચન કર્યું હતું.

તેમજ કોરોનામાં સાજા થયેલા દર્દીઓને જરૂર પડે રાખવા પોસ્ટ કોવિડ ક્લિનિક શરૂ કરવા જણાવ્યું હતું. બેઠકમાં કલેકટર એચ.કે. પટેલ, ડીડીઓ એમ.વાય. દક્ષિણી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ટીમે સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલ, કન્ટેન્ટમેન્ટ ઝોન રાધે એક્ઝોટીકામાં કોવિડના દર્દીઓ સાથે વાતચીત કરી હતી, ધન્વંતરી રથની કામગીરી જાણી હતી.

કોરોનાના સિમ્ટમ્સ દરેક વ્યક્તિમાં જુદા મળી રહ્યા છે

કેન્દ્રીય આરોગ્ય ટીમના ડો. પી.કે. સિંહે જણાવ્યું કે, કોરોના વાયરસના સિમ્ટમ્સ દરેક વ્યક્તિમાં જુદા મળી રહ્યા છે. કોરોનામાં હવે લૂઝમોસન, ખંજવાળ, મોમાં સ્વાદ ન આવવો જેવા લક્ષણો હવે દર્દીઓમાં દેખાય છે. આથી વધુમાં વધુ ટેસ્ટ કરવા અને કરાવવાનું સૂચન તંત્ર અને લોકોને કરીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો