પહેલ / નેશનલ બિઝનેસ રજિસ્ટર બનશે, જિલ્લાના દરેક નાના-મોટા વેપારીની તેમાં ડિટેલ હશે

Become a National Business Register, with every small and large dealer in the district having retail

 • સર્વિસ સેકટરના પ્રસ્તાવિત વાર્ષિક સર્વે માટે ઈનપુટ ઉપલબ્ધ કરાવશે આ રજિસ્ટર
 • સાતમી આર્થિક ગણતરીના આધારે આ રજિસ્ટર માટે માહિતી એકત્રિત કરવામાં આવશે 

Divyabhaskar.com

Jan 24, 2020, 04:59 PM IST

નવી દિલ્હીઃ NRC અને NPRને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધની વચ્ચે સરકાર અન્ય એક રજિસ્ટર બનાવવા જઈ રહી છે. આ નેશનલ બિઝનેસ રજિસ્ટર હશે. તેમાં બધા જિલ્લાના તમામ નાના-મોટા બિઝનેસની માહિતી હશે. વર્તમાનમાં ચાલી રહેલી સાતમી આર્થિક ગણતરીના આધારે આ રજિસ્ટાર માટે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ રજિસ્ટરમાં માલ, સેવાના ઉત્પાદન/વિતરણમાં જોડાયેલા તમામ બિઝનેસ યુનિટો અને સંસ્થાઓની જિલ્લા મુજબ માહિતી હશે. તેને જીએસટી નેટવર્ક, કર્મચારી રાજ્ય વીમા નિગમ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને કોર્પોરેટ મામલાઓના મંત્રાલયોમાંથી મળનાર આંકડાઓથી નિયમિત રીતે અપડેટ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ રજિસ્ટરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટામાંથી નેશનલ એકાઉન્ટ્સની ગુણવત્તામાં સુધારો આવશે.

આ માહિતીઓ રહેશે રજિસ્ટરમાં:

 • બિઝનેસ એન્ટરપ્રાઈઝનું નામ
 • તેનું લોકેશન
 • ગતિવિધિઓ
 • સ્વામિત્વનો પ્રકાર
 • કર્મચારીઓની સંખ્યા
 • પેન/ટેન

એક પ્લેટફોર્મ પર તમામ ઈન્ફોર્મેશન

 • રજિસ્ટર સર્વિસ સેકટરના પ્રસ્તાવિત વાર્ષિક સર્વે માટે ઈનપુટ ઉપલબ્ધ કરાવશે
 • દેશમાં ઉપલબ્ધ તમામ બિઝનેસ યુનિટો-સંસ્થાઓની જાણકારી એક જગ્યાએથી મળી શકશે. આ માટે નાણાં મંત્રાલય સાથે પહેલા સંપર્ક કરવામાં આવ્યો છે.
 • જીએસટીનું ત્રિમાસિક ક્લેક્શન, ટેક્સ ચુકવનારના બિઝનેસની માહિતી પ્રાપ્ત થઈ શકશે.
X
Become a National Business Register, with every small and large dealer in the district having retail
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી