કાર્યવાહી / વિદેશ મંત્રાલયે કહ્યું- નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો, હાલ ક્યાં છે; તે અંગે કઈ જ કહી શકાય તેમ નથી

ઈક્વાડોર સરકારે દુષ્કર્મના આરોપી નિત્યાનંદને મદદ કરવાથી ઈન્કાર કર્યો છે.(ફાઈલ ફોટો)
ઈક્વાડોર સરકારે દુષ્કર્મના આરોપી નિત્યાનંદને મદદ કરવાથી ઈન્કાર કર્યો છે.(ફાઈલ ફોટો)

Divyabhaskar.com

Dec 06, 2019, 09:43 PM IST

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે. તેની નવા પાસપોર્ટની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પોતાની તમામ કચેરીઓ અને અધિકારીઓને આ અંગે માહિતી આપી દીધી છે. જોકે હાલ નિત્યાનંદ ક્યાં છે ? તે અંગે કઈ પણ કહી શકાય તેમ નથી.

કર્ણાટકમાં નોંધાયેલા દુષ્કર્મના એક મામલામાં નિત્યાનંદ બદનામ છે. ગુજરાતના આશ્રમમાં છોકરીઓનું શોષણ અને બાળકોને બંધક બનાવીને રાખવાના મામલામાં પણ પોલીસ તેને શોધી રહી છે. તે દેશમાંથી ફરાર થઈ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના ઈક્વાડોરમાં એક ટાપુ ખરીદી લીધો છે. અને તે હાલ ત્યાં જ રહી રહ્યો છે. તેણે તેને કૈલાસા નામ આપ્યું છે.

X
ઈક્વાડોર સરકારે દુષ્કર્મના આરોપી નિત્યાનંદને મદદ કરવાથી ઈન્કાર કર્યો છે.(ફાઈલ ફોટો)ઈક્વાડોર સરકારે દુષ્કર્મના આરોપી નિત્યાનંદને મદદ કરવાથી ઈન્કાર કર્યો છે.(ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી