કાયદો-વ્યવસ્થા / કેન્દ્ર અયોધ્યા કેસમાં ચુકાદાને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થા જાળવવા ઉત્તરપ્રદેશમાં 4000 સુરક્ષા કર્મી મોકલશે

સુરક્ષા દળો- પ્રતિકાત્મક ફોટો
સુરક્ષા દળો- પ્રતિકાત્મક ફોટો

  • અત્યંત સંવેદનશીલ શહેરો-નગરોમાં ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ 
  • BSF, RAF, CISF, ITBP અને SSB દરેકની ત્રણ-ત્રણ બટાલીયન સહિત અર્ધલશ્કરી દળોની 15 બટાલીયનનો સમાવેશ

Divyabhaskar.com

Nov 05, 2019, 12:39 PM IST
નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમયે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા કેન્દ્ર સરકાર વધારાના 4,000 અર્ધલશ્કરી દળના જવાનોને ઉત્તરપ્રદેશ મોકલી રહી છે. ગૃહ મંત્રાલયે ગત સોમવારે ઉત્તરપ્રદેશમાં અર્ધલશ્કરી દળોની 15 બટાલીયન ઉત્તરપ્રદેશ મોકલવાનો નિર્ણય કર્યો હતો,જ્યાં 18મી નવેમ્બર સુધી આ સુરક્ષા દળો રાજ્યમાં તૈનાત રહેશે. BSF, RAF, CISF, ITBP અને SSB દરેકની ત્રણ-ત્રણ બટાલીયન સહિત અર્ધલશ્કરી દળોની 15 બટાલીયનનો સમાવેશ થાય છે. સત્તાવાર માહિતી પ્રમાણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 15 કરતાં વધારે કંપની 11મી નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ પહોંચશે અને 18મી નવેમ્બર સુધી ફરજ પર તૈનાત રહેશે.

કેન્દ્ર સરકારે રેપિડ એક્શન ફોર્સ (RAF) ની 10 બટાલીયનોને રાજ્યમાં તૈનાત રાખવા 18મી નવેમ્બર સુધી સમયસીમા લંબાવી છે. અર્ધલશ્કરી દરોને રાજ્યના સૌથી સંવેદનશીલ 12 જિલ્લા અને શહેરોમાં ગોઠવવામાં આવશે. વારાણસી અને અયોધ્યા ઉપરાંત અર્ધલશ્કરી દળોને કાનપુર, અલીગઢ, લખનઉ, આઝમગઢ વગેરે શહેરોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તૈનાત કરવામાં આવશે અને અયોધ્યા ચુકાદા સમયે તથા ત્યારબાદ સામાન્ય સ્થિતિની જાળવણીને સુનિશ્ચિત કરવામાં આવશે.

સ્થાનિક પ્રશાસનને સુરક્ષા દળની ગોઠવણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ 17મી નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના છે તે અગાઉ દાયકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે.
X
સુરક્ષા દળો- પ્રતિકાત્મક ફોટોસુરક્ષા દળો- પ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી