યુએસએ / ‘ગુજરાતી સમાજ ઓફ ડેલાવર’ દ્વારા દિવાળીની દબદબાભેર ઉજવણી, મ્યુઝિક-ડાન્સ પાર્ટીએ રંગ રાખ્યો

Diwali Celebration by Gujarati Samaj of Delaware

Divyabhaskar.com

Nov 12, 2019, 03:39 PM IST

ડેલાવર (રેખા પટેલ દ્વારા): ગુજરાતી ભાષા અને ભારતીય ક્લચર વિદેશોમાં પણ દિન-પ્રતિદિન સમૃદ્ધ થતું જાય છે. જેનું મુખ્ય કારણ છે પરદેશમાં રહેતા અમારા જેવાનો દેશ પ્રત્યે લગાવ, પ્રેમ. આજે અમેરિકાની ધરતી ઉપર દરેક તહેવારો તેમાય દિવાળી તો ભારે દબદબાભેર ઉજવાય છે. આ રીતે ભારતીયો પોતાની આભા ફેલાવી રહ્યા છે.

ડેલાવર (સ્મોલ વન્ડર) સાવ નાનું સ્ટેટ છતાં ગુજરાતીઓથી સમૃદ્ધ તેમાંય ચરોતરની સુગંધથી ભરપૂર. ગઈકાલ સાંજે અહીં ‘ગુજરાતી સમાજ ઓફ ડેલાવર’ની દિવાળી પાર્ટી હતી. હાઉસફુલ હોલ અને મ્યુઝિકલ ઇવનિંગ માટે ઈન્ડિયાથી આવેલા કલાકારોએ ખૂબ મઝા કરાવી. સાવ રીઝનેબલ (નોનપ્રોફીટ) ટીકીટના ભાવમાં મ્યુઝિક ડાન્સ એન્ડ ડિનર પાર્ટીએ રંગ રાખી દીધો.

ખાસ નોંધવા જેવી વાત એ રહી કે પહેલી વખત સ્ત્રી પ્રેસિડન્ટ તરીકે કાશ્મીરા બેન નિમાયા. જોકે સમાજના દરેક મેમ્બરોએ પણ આ માટે ખુબ સાથ આપી મહેનત કરી હતી. જોકે મિત્રોના સાથમાં અમારે દરેક પ્રસંગ ઉત્સવ બની જાય છે.

ભારતીયો જ્યાં પણ વસે છે ત્યાં પોતાનો ખોરાક અને તહેવારો સાથે રાખે છે. હા ફેશનમાં કદાચ તેઓ બદલાઈ શ કેછે પરંતુ તહેવારોની ઉજવણીમાં આજે કદાચ ભારત દેશને પણ પાછળ પાડી રહ્યા છે.

કેલિફોર્નિયાના ડિઝનીલેન્ડ અને ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર જેવા લોકપ્રિય સ્થળો પણ હવે ભારતીય રંગમાં રંગાયા વિના રહ્યા નથી. આનાથી વધારે વોશિંગ્ટન ડીસીના વ્હાઈટ હાઉસમાં પણ દિવાળી સેલિબ્રેશન થાય છે. આનાથી વધારે ગૌરવની વાત બીજી કઈ હોઈ શકે?

X
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware
Diwali Celebration by Gujarati Samaj of Delaware

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી