યોગ દિવસ / વિશ્વભરમાં ઉજવણી, યુએનનું હેડક્વાર્ટર સૂર્યનમસ્કારથી ઝળહળ્યું

Celebration around the world, the UN Headquarters celebrated with the sun worship

Divyabhaskar.com

Jun 21, 2019, 01:36 PM IST

ન્યુયોર્ક: વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે દુનિયાના લોકોને શુભચ્છા પાઠવી હતી. યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરની દીવાલ સૂર્યનમસ્કારની પ્રતિકૃતિથી ઝળહળી ઉઠી હતી.

યુએન હેડક્વાર્ટરમાં ઉજવણી

ન્યુયોર્ક સ્થિતિ યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટરની દીવાલ પર સૂર્યનમસ્કારની એક મુદ્રાની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. સાથે યોગા ફોર ક્લાઇમેન્ટ એક્શનનો સંદેશો પણ લખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુએન ખાતેના ભારતના રાજદૂત સૈયદ અકબરુદી સહિતના ભારતીય અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

પીએમ મોદીએ રાંચીમાં કરી ઉજવણી

વડા પ્રધાન મોદીએ રાંચીમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. જ્યાં તેમણે 40 હજાર લોકો સાથે 40 મિનિટ સુધી કર્યા યોગ હતા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવાનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે જાય છે. પીએમ મોદીએ સપ્ટેમ્બર-2107મા સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધન કરતાં વૈશ્વિક ધોરણે યોગ દિવસને અપનાવવાની અપીલ કરી હતી. જેના પગલે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશોએ ડિસેમ્બર-2014મા સર્વસંમતિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવવાના ઠરાવને મંજૂરી આપી હતી. ત્યાર બાદથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે.

X
Celebration around the world, the UN Headquarters celebrated with the sun worship
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી