ટૂર / નવું વર્ષ ગોવામાં સેલિબ્રેટ કરો, IRCTC 10 જાન્યુઆરીથી મુંબઈથી ટૂર ઉપાડી રહી છે

Celebrate New Year in Goa, IRCTC taking tour from Mumbai from January 10

  • મુંબઈથી કોંકણ કન્યા એક્સપ્રેસમાં ગોવા લઈ જવાશે
  • સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ પેકેજમાં અલગ-અલગ ચાર્જ લાગશે
  • GLORIOUS GOA નામનું આ પેકેજ 3 રાત અને 4 દિવસનું રહેશે

Divyabhaskar.com

Dec 23, 2019, 12:24 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે નવાં વર્ષમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો અને કોઇ સારું ટૂર પેકેજ લેવા ઇચ્છતા હો તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટરિઝમ કોર્પોરેશન (IRCTC) ગોવા ફરવા માટે ટૂર પેકેજ લઇને આવ્યું છે. GLORIOUS GOA નામનું આ પેકેજ 3 રાત અને 4 દિવસનું રહેશે. આ ટૂરની શરૂઆત 10 જાન્યુઆરીના રોજ મુંબઈથી થશે.

ટૂર શિડ્યૂલ
ગોવાની ટ્રિપ 10 જાન્યુઆરીના રોજ શુક્રવારથી મુંબઈથી શરૂ થશે. મુંબઈથી શુક્રવારે ટ્રેન નંબર 10111 (કોંકણ કન્યા એક્સપ્રેસ)માં ગોવા લઈ જવામાં આવશે. તેમજ, સોમવારે મડગાંવ/થિવિમથી ટ્રેન નં. 10104 (મંડોવી એક્સપ્રેસ)માં પરત ફરવાનું રહેશે.

ભાડું કેટલું રહેશે?
આ ટૂર પેકેજમાં તમને સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ એમ બે ઓપ્શન મળશે, જેનું ભાડું અલગ-અલગ રહેશે.

  • સ્ટાન્ડર્ડ પેકેજ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 13,990 રૂપિયા ચૂકવવા પડશે. જો ટૂ શેરિંગ હોય તો વ્યક્તિ દીઠ 10,290 રૂપિયા અને ટ્રિપલ શેરિંગમાં વ્યક્તિ દીઠ 9,890 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક હોય અને તમે તેના માટે અલગ બેડ લો તો તમારે 8,090 રૂપિયા ચૂકવવા પડશે અને જો અલગથી બેડ ન લેવો હોય તો તમારે રૂ. 7,790 આપવા પડશે.
  • કમ્ફર્ટ પેકેજ - જો તમે એકલા જઇ રહ્યા હો તો તમારે 15,990 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગ માટે વ્યક્તિ દીઠ 12,190 રૂપિયા અને ટ્રિપલ શેરિંગ માટે વ્યક્તિ દીઠ 11,790 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી સાથે 5થી 11 વર્ષની ઉંમરનું બાળક હોય અને તમે તેના માટે અલગ બડ લો તો તમારે 9,990 રૂપિયા અને બેડ ન લેવો હોય તો 9,690 રૂપિયા ચૂકવવા પડશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
Celebrate New Year in Goa, IRCTC taking tour from Mumbai from January 10
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી