સુરત / નાનપુરા માછીવાડ મેઈન રોડ પર ભૂવો પડતા ધરાશાયી થતો વીજ થાંભલો સીસીટીવીમાં કેદ થયો

  • ચોમાસા બાદ શિયાળામાં ભૂવો પડતાં લોકોને હાલાકી

Divyabhaskar.com

Dec 09, 2019, 03:03 PM IST

સુરતઃનાનપુરા માછીવાડ મેઈન રોડ ખાતે પડ્યો ભૂવો હતો.ચોમાસા બાદ શિયાળાની શરૂઆતમાં ઠંડીના ચમકારા વચ્ચે ભૂવો પડ્યો હતો. મેઈન રોડ પર ભૂવો પડતાં રસ્તાની વચ્ચે જ ડિવાઈડર પર ઉભેલો થાંભલો ધરાશાયી થયો હતો. થાંભલો ધરાશાયી થઈને નજીકના ઘર પર પડ્યો હતો. જો કે, સદનસીબે કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી.

તંત્ર દોડી આવ્યું

મેઈન રોડ પર ભૂવો પડતાં તંત્ર દોડી આવ્યું હતું મેઈન રોડ પર 10 ફૂટ ઉંડા મોટા ભૂવાને લઈને પાલિકાની ટીમ જેસીબી મશીન સાથે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. જો કે સ્થાનિકોએ ભૂવા પડતાં રોષ વ્યક્ત કરાં કહ્યું હતું કે, કોઈ ધ્યાન આપતું નથી.

છ મહિનામાં બીજી વાર પડ્યો

નાનપુરા માછીવાડના સ્થાનિકોએ કહ્યું હતું કે, વારંવાર ભૂવા પડી રહ્યાં છે. છ મહિનામાં બીજીવાર ભૂવો પડ્યો છે. અવારનવાર ભૂવા પડવાને લઈને સ્થાનિકોએ માંગ કરી હતી કે ફરીથી રોડ બનાવવામાં આવે અને ભૂવા ન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી