તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિક્ષણ:CBSE દ્વારા ઘટાડેલા સિલેબસ સાથે સેમ્પલ પેપર જાહેર

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસસી) દ્વારા 2021ની બોર્ડની પરીક્ષા માટે માર્કિગ સ્કીમ સાથે સેમ્પલ પેપર જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ પેપર સીબીએસઈના ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયા છે. જેમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કેસ સ્ટડી પર આધારિત સવાલો પુછવામાં આવશે. ધોરણ-12ના તમામ મુખ્ય વિષયોમાં કેસ સ્ટડીના બે પ્રશ્નો રહેશે.

એક કેસ સ્ટડીમાં 5 ઓબ્જેક્ટિવ પ્રશ્નો રહેશે. જ્યારે બીજી કેસ સ્ટડીમાં દસ માર્કસના દસ સવાલ રહેશે. ધોરણ-10માં માત્ર ગણિતમાં કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પુછાશે. જેમાં 20 ઓબ્જેક્ટિવ સવાલ રહેશે. ચાલુ વર્ષે કોરોનાને કારણે બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કરાયો હતો. જેથી વિદ્યાર્થીઓ ઘટાડેલા અભ્યાસક્રમ સાથે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સેમ્પલ પેપર તૈયાર કરાયા છે. વિદ્યાર્થીઓ આ સેમ્પલ પેપર cbse.nic.inની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો