ન્યૂ ફીચર / વેપારીઓ માટે વ્હોટ્સએપ બિઝનેસ એપમાં કેટલોગ ફીચર ઉમેરવામાં આવ્યું

Catalog feature added to WhatsApp Business App for Merchants

  • વેપારીઓ કેટલોગમાં પ્રોડક્ટ કોડ, ફોટો, કિંમત અને સ્પેસિફિકેશન જેવી માહિતી એડ કરી શકશે
  • આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવ્યું છે

Divyabhaskar.com

Nov 08, 2019, 05:07 PM IST

ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટન્ટ મેસજિંગ એપ વ્હોટ્સએપે તેની બિઝનેસ એપમાં કેટલોગ ફીચરનો ઉમેરો કર્યો છે. આ ફીચર મોબાઈલ સ્ટોરની જેમ કામ કરશે. તેમાં પ્રોડકટ્સની તમામ માહિતી શૉ અને શેર કરી શકાશે. ગ્રાહકો પોતાની સુવિધા અનુસાર કોઈ પણ પ્રોડક્ટને શોધીને તેની જાણકારી મેળવી શકશે.

અગાઉ બિઝનેસ એપ પર વિવિધ પ્રોડક્ટની અલગ અલગ તસવીરો શેર કરવી પડતી હતી પરંતુ હવે આ ફીચરનાં માધ્યમથી ગ્રાહકો સંપૂર્ણ કેટલોગ જોઈ શકશે.

આ ફીચરથી બિઝનેસ વધારે પ્રોફેશનલ બનશે. ફીચરની મદદથી ગ્રાહકો વેબસાઈટ ચેક કર્યા વગર પ્રોડક્ટની માહિતી મેળવી શકશે.

વેપારીઓ કેટલોગમાં પ્રોડક્ટ કોડ, ફોટો, કિંમત અને સ્પેસિફિકેશન જેવી માહિતી ઉમેરી શકશે.

આ ફીચર હાલ ભારત સહિત બ્રાઝિલ, જર્મની, ઇન્ડોનેશિયા, મેક્સિકો, બ્રિટન અને અમરિકામાં ઉપલબ્ધ છે.આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

X
Catalog feature added to WhatsApp Business App for Merchants

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી