તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વાપીમાં ઘરમાં પ્રવેશી રોકડા અને દાગીનાની ચોરી

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 88,500નો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર

વાપી ટાઉન સ્થિત ઇલોરા એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટ નં.106માં રહેતા અને જીઆઇડીસી ચારરસ્તા પાસે આવેલ અભીનંદન બેરી નામની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ વિનોદરાય શાહએ શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 15 ઓક્ટોબરના રોજ વહેલી સવારે તેમને નાશીક જવાનું હોય 14ની રાત્રિએ પોણા એક વાગે બેગ પેક કરી પરિવાર સાથે તેઓ સુઇ ગયા હતા. સવારે પાંચ વાગે તેમની પત્નીએ જગાડીને જણાવેલ કે બેડરૂમનો દરવાજો બહારથી બંધ છે. જેથી પાડોશમાં રહેતા ધનજીભાઇ વાઘેલાને ફોન કરી તેઓ દોડી આવ્યા હતા. ઘરે આવતા ઘરનો મેઇન દરવાજો પણ ખુલ્લો હોય અંદર આવી પાડોશીએ બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો. બહાર આવતા બીજા બેડરૂમમાં મૂકેલ કબાટમાંથી દાગીના, રોકડા રૂ.44000 તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.88,500ની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જે તે સમયે નાશિકમાં અગત્યની મીટિંગ હોય શનિવારે અજાણ્યા ઇસમ સામે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો