તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લૉકડાઉનના ભયે નોકરી, વેપાર-ધંધો ગુમાવવાની ચિંતાથી મનોચિકિત્સકો પાસે આવતા કેસ 30% વધ્યા

અમદાવાદ2 દિવસ પહેલાલેખક: નવલસિંહ રાઠોડ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • દિવાળી પછીના અઠવાડિયામાં સંખ્યાબંધ લોકો માનસિક તાણ, એન્ઝાઈટીનો ભોગ બન્યા

અમદાવાદમાં કોરોનાના બીજા વેવને લીધે સંખ્યાબંધ લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે. લોકોને એવો ખોટો ડર હતો કે, કર્ફ્યૂ પણ લૉકડાઉનની જેમ લંબાશે તો નોકરી ગુમાવવાનો કે વેપાર-ધંધામાં નુકસાન વેઠવાનો વારો આવશે. છેલ્લા એક અઠવાડિયામાં અનેક લોકોએ મનોચિકિત્સકની સલાહ લેવી પડી છે. કેટલાકે તો કાઉન્સેલિંગ માટે હેલ્પલાઈનની મદદ માગી છે અને તેમને સતાવતી મૂંઝવણનો ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે.

છેલ્લા એક અઠવાડિયામાં મનોચિકિત્સકો પાસે એન્ઝાઈટી, માનસિક તાણ અને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી)ના 30 ટકાથી વધુ કેસ આવ્યા છે.

મનોચિકિત્સક વિનોદ ગોયલે કહ્યું કે, તમામ કેસ છેલ્લા એક અઠવાડિયામાં જ આવ્યા છે. આમાંથી મોટાભાગના કેસ કોરોનાના દર્દીના છે. આ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમને સૌથી વધુ ચિંતા નોકરી ગુમાવવાની કે વેપાર-ધંધામાં નુકસાનની છે.

ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અજય ચૌહાણે કહ્યું કે, હેલ્પલાઈન પર ફોન કરનારા મોટાભાગના લોકો માનસિક તણાવ, ચિંતાનો ભોગ બન્યા છે.

કિસ્સો-1: લૉકડાઉનના ડરે ઊંઘ આવતી નથી અને ચિંતામાં વધારો
કોરોનાના દર્દી ફાલ્ગુન ગોયલે કહ્યું કે, લૉકડાઉન આવશે તો ફરી મારા ધંધાને નુકસાન થશે અને બાળકોની ફી, એમ્પ્લોઇનો પગાર, ઘરના ખર્ચ નહીં ઉઠાવી શકું. આ જ ચિંતામાં ઉંઘ નથી આવતી, બેચેની થયા કરે છે જે કારણે શરીર પણ રીકવર નથી થતું, શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જેથી મનોચિકત્સક પાસેથી દવા લેવાની ફરજ પડી. (નામ બદલ્યું છે.)

કિસ્સો-2: કોરોનામાં મને કંઈ થાય તો પરિવાર બેહાલ થવાનો ભય
વિમુક્ત ધામેચાએ કહ્યું, દિવાળી પછી કેસ વધતા તણાવ અનુભવું છું. સૌથી મોટી ચિંતા એ છે કે, મને કે મારા પરિવારમાંથી કોઈને કોરોના થયા બાદ કંઈ થઈ જશે તો? આ ઉપરાંત નોકરી સલામત રહેશે કે નહીં એ પણ નક્કી નથી. જેથી પૂરતા પૈસા પણ નહીં બચે. ઘરનો હપ્તો કે બાળકોની સ્કૂલની ફી પણ નહીં ભરી શકું. આ ચિંતામાં રાત્રે ઉંઘ આવતી નથી. (નામ બદલ્યું છે.)

સૌથી વધુ કેસ એન્ઝાઈટી અને ઓસીડીના છે
સિનિયર સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના ભયથી લોકોને આર્થિક સંતુલન ખોરવાઈ જવાનો ડર સૌથી વધુ સતાવે છે. આ કારણે રૂટિનમાં આવતાં કેસમાં 50 ટકાનો વધારો થયો છે. લોકોમાં ગભરામણ, એન્ઝાઈટી, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર (ઓસીડી)ના કેસ જોવા મળ્યા છે. વધુ પડતાં વિચારોને કારણે લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો