તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:નવરાત્રિમાં જાહેરનામાનો ભંગ કરી ગરબે ઘૂમવા બદલ ઉમરગામમાં કેસ

ઉમરગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને અંતર્ગત સરકારે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. ગરબા ઉત્સવની ઉજવણી માટે વિવિધ નિયમો જાહેરનામાના માધ્યમથી જાહેર કર્યા હતા. સરકાર જાહેરનામામાં ફેરફાર કરતા નવરાત્રિ શરૂ થવાના દિન સુધી જાહેરનામામાં ફેરફાર થતાં જોવા મળ્યા છે. જાહેરાત લોકો સુધી સમયસર ન મળતા ગરબા આયોજકો મુઝવણમાં મુકાયા છે. અનેક આયોજકોએ પરંપરા તોડી નવરાત્રિ ઉત્સવની ઉજવણી સંપૂર્ણ રદ કરી છે ત્યારે અનેક ઠેકાણે ગરબા સ્થળે માતાજીની સમૂહ આરતીનું આયોજન થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ઉમરગામ તાલુકાનાં દેહરી ગામે જવાહરવાડીમાં જાહેર સ્થળે માતાજીની આરતી બાદ શ્રદ્ધાળુઓ ગરબા ઘૂમતા ઉમરગામ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવતા તેમણે રોકી ગરબા આયોજક ભરત ચંપકભાઈ સુરતી, કિશોર દલપતભાઈ માહિયાવંશી અને નરેશ ગોવિંદભાઈ માહિયાવંશી તમામ રહે દેહરી જેઓ જાહેર રોડ ઉપર ગરબા રમાડતા હોય જે પકડાયેલ આયોજક ઇસમોએ સરકારના જાહેરનામાનો ભંગ બદલ તથા જી.પી. એક્ટ મુજબ ત્રણેની અટક કરી હતી. જીલ્લામાં ગરબા આયોજકો સામે આ પ્રકારની અટક કાર્યવાહી થવાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. ઉમરગામ પીઆઈ જે.કે. ડાંગરના જણાવ્યા મુજબ જાહેર સ્થળે જાહેર રસ્તા ખાતે ગરબા રમતા હોવાથી પોલીસે આયોજકો વિરૂદ્ધ કાર્યાવહી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો