તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Case Filed Against 11 People For Grabbing Dumas Land From Bogus Documents, Mumbai Resident Owner Gets Notice On Duty Issue

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો દાખલ:બોગસ ડોક્યુમેન્ટથી ડુમસની જમીન હડપવા જતા 11 લોકો સામે ગુનો દાખલ, મુંબઇ રહેતી માલિકને ડયૂટી મુદ્દે નોટિસ મળતા ભાંડો ફૂટ્યો

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ રહેતી મહિલાની ડુમસની જમીન પચાવી પાડવા બોગસ ડોક્યુમેન્ટ્સ ઉભાં કરનાર 11 આરોપીઓ સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે.મુંબઈની તૃપ્તિબેન શૈલેષ શાહે વર્ષ 2004માં ડુમસમાં ખેડૂત પાસેથી જમીનો વેચાણથી લીધી હતી. મહિલાની માલિકીની ડુમસની બે સર્વે નંબરવાળી જમીનોમાં 2019માં તેના નામનો બોગસ આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ્સ અને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ઠગ ટોળકીએ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કર્યુ હતું.

જમીનની માલિકી ધરાવતી મહિલાના નામની સામે બોગસ ડોક્યુમેન્ટમાં ફોટો પણ બીજી મહિલાનો લગાડયો હતો. કલેકટરમાં સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન બાબતેની નોટિસ આવી ત્યારે મહિલાને સમગ્ર કૌભાંડ બાબતે ખબર પડી હતી. પછી મહિલાએ બોગસ ડોક્યુમેન્ટોની તપાસ કરાવી સરકારી કચેરીમાં વાંધા અરજીઓ આપી હતી. આ અંગે મહિલાએ પોલીસ કમિશનરમાં અરજી આપી હતી.

જમીન માલિક તૃપ્તિ શાહની અરજીના આધારે ડુમસ પોલીસે કાર્યવાહી કરતાં શનિવારે ફરિયાદ લીધી હતી. જેના આધારે પોલીસે કાળુ જીવરાજ કરકર(રહે, શાંતિનગર સોસા,સરથાણા), દિનેશ મગન સાકરીયા (રહે, વૃંદાવન પાર્ક સોસા, ઉત્રાણ), રીંકલ યોગેશ સોની (રહે, પારસીવાડ, સૈયદપુરા), ઉત્પલ સુધીર સુખડવાલા (હાટફળિયા, હરીપુરા), દિનેશ મગન પ્રજાપતિ (રામેશ્વર ગ્રીન, વીઆઇપી રોડ), વિલાસ સુખદેવ લોનારે (હળપતિવાસ, ભટાર), નોટરી મહેન્દ્ર

ઈશ્વરલાલ ભગત (રહે, શકુંતલા એપાર્ટ,નાનપુરા), 22-11-2004ના રોજ બનેલ ખોટા પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે સહી કરનારા બે ઈસમો, 11-5-2005ના ખોટા પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે સહી કરનારા બે ઈસમો, જનક જે ગોળ, રજની નામનો ઈસમ તથા બન્ને દસ્તાવેજમાં રજૂ થયેલા સોગંદનામા તથા ખોટા પાવર ઓફ એટર્ની સાથે રજૂ કરેલા સોગંદનામાં ઓળખ આપનાર વકીલની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો