સાવધાની / કાળજી અને સાવધાની રાખવાથી પ્રેગ્નન્સીમાં ડિપ્રેશનથી બચી શકાય છે  

Care and caution can help prevent depression in pregnancy

  •  સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશીની વાત હોય છે
  • ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓ ડિપ્રેશનમાં આવી જાય છે
  • બેદરકારી રાખવામાં આવે તો તે તમારા અને ગર્ભમાં ઊછરી રહેલા બાળકને અસર કરી શકે છે

Divyabhaskar.com

Nov 20, 2019, 01:38 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે ત્યારે તે તેના અને તેના પરિવાર માટે સૌથી મોટી ખુશીની વાત હોય છે. જ્યારે પણ કોઈ મહિલા માતા બનવાની હોય છે ત્યારે તેની સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન રાખવામાં આવે છે. તે ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થા દરમિયાન ઘણી મહિલાઓ ડિપ્રેશનમાં આવી જાય છે. જો કે તેનાથી હેરાન થવાની જરૂર નથી. થોડી સમજ અને કાળજી રાખવામાં આવે તો ગર્ભાવસ્થામાં સરળતાથી ડિપ્રેશનને દૂર કરી શકાય છે. પણ જો બેદરકારી રાખવામાં આવે તો તે તમારા અને ગર્ભમાં ઊછરી રહેલા બાળકને અસર કરી શકે છે.

પ્રેગ્નન્સી દરમિયાન હળવું ડિપ્રેશન થાય તે સામાન્ય બાબત છે. કેમ કે, જ્યારે એક મહિલા પ્રેગ્નન્ટ થાય છે તો તે પોતાના આવનાર બાળકને લઈને તેના મનમાં ઘણા પ્રશ્નો ઊઠે છે, જેમ કે, નોર્મલ ડિલિવરી થશે કે નહીં? બાળક સ્વસ્થ હશે કે કેમ? બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું? ગર્ભમાં ઊછરી રહેલા બાળક બેબી છે કે બોય તેને લઈને પરિવારના લોકો શું વિચારતા હશે વગેરે. જો કે, આ એક સામાન્ય વિચાર છે પરંતુ જો તેને સમજદારીથી લેવામાં ન આવે તો તે ધીમે ધીમે મેન્ટલ ડિસઓર્ડરનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. વળી, જ્યારે સગર્ભા સ્ત્રીઓ આ વિચારો કોઈની સાથે શેર કરવામાં અસમર્થ હોય ત્યારે પરિસ્થિતિ ખાસ્સી ગંભીર બની જાય છે.

જ્યારે પણ તમે ગર્ભવતી હો અને તમને બિનજરૂરી કોઈ વાતનો સ્ટ્રેસ આવી જતો હોય અથવા ડિપ્રેશનમાં સરી પડતાં હો તો તરત મનોચિકિત્સક પાસે જવું. પોતાની પ્રેગ્નન્સી અને ડિપ્રેશન વિશે તેમની સાથે વાત શેર કરો. સાથે જે પણ વિચારો તમારાં મનમાં આવે છે તે પણ જણાવવા. તે ઉપરાંત તો પહેલાં પણ ક્યારે તમને કોઈ પ્રકારની માનસિક સમસ્યાનો સામનો કર્યો હોય તો તે વાત પણ મનોચિકિત્સકને જણાવવી. ઘણી વખત જોવા મળ્યું છે કે, જૂની માનસિક બીમારી પ્રેગ્નન્સી દરમિયાન વધી જાય છે. એવામાં જરૂરી છે કે તમે મનોચિકિત્સકને બધી વાત જણાવો. જેથી તમને પ્રેગ્નન્સી દરમિયાન કોઈ સમસ્યા ન નડે અને સારી પ્રેગ્નન્સીનો સમય પસાર કરી
શકો.

X
Care and caution can help prevent depression in pregnancy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી